ભરૂચઃ આયોજન કચેરીમાં ફરજ બજાવતા કલાસ-1 અધિકારીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ લોકલ પોલીસનો કાફલો તાત્કાલિક રામેશ્વર પાર્ક સોસાયટી ખાતેના ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પંચનામું કરીને તપાસ શરૂ કરતા અધિકારીના રૂમમાંથી એક સ્યૂસાઇડ નોટ મળી છે.
ભરૂચના પોશ ગણાતા વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા કલાસ-1 અધિકારી પિયુષ ઉકાણીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. પોલીસે તપાસ કરતા તેમના રૂમમાંથી સ્યૂસાઇડ નોટ મળી આવી છે.
નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓ અલગ-અલગ બેંકોની લોન અને ક્રેડિટ કાર્ડના ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા હતા. આ આર્થિક બોજ અને તેના માનસિક તણાવને સહન ન કરી શકતા તેઓ આ પગલું ભરી રહ્યાં છે.
આ અધિકારીએ તાજેતરમાં જ ભરૂચ ખાતે કાર્યભાર સંભાળ્યો હતો. પોલીસે મૃતક પિયુષ ઉકાણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. બીજી તરફ આ આત્મહત્યાથી તેમના પરિવારમાં શોકનો માહોલ ફેલાઇ ગયો છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24
સુરત ભાજપનો આંતરિક વિવાદ બન્યો હિંસક: MLA કાંતિ બલરની ઓફિસમાં મહિલા કોર્પોરેટર અને પતિ પર હુમલો | 2026-08-05 16:45:26
ચા ની ટપરીથી ઓફિસ કોમ્યુટર સુધી: જૈનમનું કલ જાનતે હૈં, કલ બનાતે હૈં કેમ્પેઇન રોકાણકારોને બતાવશે સાચો રસ્તો ! | 2026-08-04 20:05:17
સુરતના લસકાણામાં કિન્નરોના બે જૂથો વચ્ચે લોહિયાળ ખેલ | 2026-08-03 18:44:34
સુરતમાં 25 દિવસમાં ત્રીજી વખત ખાડી પૂરનું સંકટ, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર | 2026-07-31 16:18:29
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો? | 2026-07-30 15:49:54