Wed,16 July 2025,8:56 pm
Print
header

સાવરકુંડલામાં 5 વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો, પરિવારમાં માતમ છવાયો

  • Published By Dilip patel
  • 2025-06-26 09:22:41
  • /

સાવરકુંડલાના થોરડી ગામે 5 વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો

વન વિભાગની ટીમે ગણતરીના કલાકોમાં સિંહને પાંજરે પૂર્યો

અમરેલીઃ સાવરકુંડલાના થોરડી ગામે 5 વર્ષના બાળકને એક સિંહે ફાડી ખાધો હોવાનો બનાવ સામે આવ્યો છે. વન વિભાગની ટીમે ગણતરીના કલાકોમાં સિંહને પાંજરે પૂરી દીધો છે. બાળકનું નામ ગુલસિંહ હરિલાલ અજનેરા છે. મધ્યપ્રદેશનો આ પરિવાર ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. 

બાળકના મોતથી પરિવારમાં માતમ છવાયો 

લોકોમાં ભયનો માહોલ 

થોરડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં મધ્ય પ્રદેશથી અહીં આવેલો એક પરિવાર ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. સિંહ તેમના 5 વર્ષના બાળકને ઉપાડીને ઝાડી ઝાંખરામાં ઢસડી ગયો હતો અને ત્યાં તેનું મારણ કર્યું હતું. બાળકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગની ટીમે તાબડતોડ કાર્યવાહી કરીને સિંહને પાંજરે પૂરી દીધો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch