Wed,15 July 2026,12:34 am
Print
header

રાજ્યમાં 12 કલાકમાં 98 તાલુકામાં વરસાદ, આજે દક્ષિણ ગુજરાતનો વારો પાડ્યો

  • Published By
  • 2026-07-06 18:58:42
  • /
  • અમદાવાદ શહેરમાં ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
  • અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસમાં વરસાદી પાણી ભરાયા

ગાંધીનગરઃ હવમાન વિભાગ મુજબ હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઓફ-શોર ટ્રફ, શેયર ઝોન અને લો પ્રેશર (ડિપ્રેશન) સહિતની 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 98 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 4.41 ઇંચ, વાપીમાં 4.13 ઇંચ. પારડીમાં 4.09 ઇંચ વરસાદ પડ્યો છે.

આ સિવાય મહીસાગરના ખાનપુરમાં 3.86 ઇંચ, કામરેજમાં 3.31 ઇંચ, સાગબારામાં 3.11 ઇંચ, રાધનપુરમાં 2.99 ઇંચ, નાનાપોંઢામાં 2.99 ઇંચ, ઉમરગાવમાં 2.76 ઇંચ, કપરાડામાં 2.56 ઇંચ, વલસાડમાં 2.52 ઇંચ, સાવરકુંડલામાં 2.48 ઇંચ, ખેરગામમાં 2.32 ઇંચ. ડોલવણમાં 2.05 ઇંચ, ગણદેવીમાં 2.01 ઇંચ વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં ગુજરાત યુનવર્સિટીના કેમ્પસમાં આવેલ સમરસ ગર્લ્સ હોસ્ટેલ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાથી સમરસ ગર્લ્સ હોસ્ટેલ આગળ ડ્રેનેજ સિસ્ટમના અભાવે વરસાદી પાણી ભરાઈ જોવાથી વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા છે.

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch