અમદાવાદ: એક મોટી કાર્યવાહીમાં ગુજરાત પોલીસે બિહારથી મજૂરી કામ માટે લાવવામાં આવી રહેલા 90 થી વધુ બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. ગુપ્ત માહિતીને આધારે, ગુજરાત પોલીસ CID ક્રાઈમ અને રેલ્વેએ ઓપરેશન મિલાપ શરૂ કર્યું હતુ, બિહારથી ગુજરાત આવતી ટ્રેનોને ટ્રેક કરવામાં આવી હતી, આ કામગીરીમાં પોલીસે અમદાવાદ જઇ રહેલા 70 બાળકોને અને વડોદરા રેલ્વે સ્ટેશન પર 20 બાળકોને બચાવ્યાં હતા.
ગુજરાત પોલીસના ADGP અજય ચૌધરીએ આ કામગીરીની પુષ્ટિ કરી હતી. સીઆઈડી ક્રાઈમ અને રેલવે પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં આ સફળતા મળી હતી. તેમણે કહ્યું કે બિહારથી નાના બાળકોને મજૂરી માટે લાવી રહેલા માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે ઓપરેશન મિલાપ ચાલુ રાખીને માનવ તસ્કરી વિરોધી એકમ હેઠળ આ કામગીરી હાથ ધરી હતી.
ગુપ્ત ઇનપુટના આધારે સંયુક્ત કાર્યવાહી
એડીજીપી અજય ચૌધરીએ જણાવ્યું કે ગુપ્ત માહિતી મળી હતી કે બાળકોને બિહારથી ટ્રેનોમાં કામ કરવા માટે લાવવામાં આવી રહ્યાં છે. ત્યારબાદ, એસપી પશ્ચિમ રેલવે, આઈપીએસ અભય સોનીના નેતૃત્વમાં કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રેનોનું ટ્રેકિંગ કર્યા પછી, બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં હતા. બચાવ પછી, બધા બાળકોને સલામત જગ્યાએ રાખવામાં આવ્યાં છે અને ખોરાક અને પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી થાય તે માટે જરૂરી પગલા ભરવામાં આવી રહ્યાં છે.
ઓપરેશન મિલાપને બેવડી સફળતા મળી
ઓપરેશન મિલાપે તેમના પરિવારોથી અલગ થયેલા 701 લોકોને સફળતાપૂર્વક શોધી કાઢ્યાંના થોડા દિવસો પછી ગુજરાત પોલીસે 90 બાળકોને બચાવ્યાં છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કામગીરીની પ્રશંસા કરી હતી. ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું કે મળી આવેલા વ્યક્તિઓ 2007 થી ગુમ હતા. ગુજરાત પોલીસના જણાવ્યાં અનુસાર, 2007 થી રાજ્યભરમાં 24,767 થી વધુ ગુમ થયેલા વ્યક્તિઓના કેસ નોંધાયા છે. ગુમ થયેલા વ્યક્તિઓની શોધની સાથે પોલીસે હવે આ કામગીરીના ભાગ રૂપે મજૂરી માટે તસ્કરી કરવામાં આવતા માસૂમ બાળકોને બચાવ્યા છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50
રૂ. 20 કરોડના ચમત્કારિક સુલેમાની પથ્થરના નામ જોરદાર છેતરપિંડી, લાઇવ ડેમો વીડિયોમાં ચમત્કાર પણ બતાવ્યો ! | 2026-06-11 20:43:53
વેબ સિરીઝમાંથી છેતરપિંડીનો ખેલ શીખ્યા, વડોદરામાંથી નકલી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું | 2026-06-08 09:04:25
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં હતા દાખલ | 2026-06-02 15:55:32
અમદાવાદમાં રાતે ગાજવીજ સાથે વરસાદ, દાહોદમાં સ્માર્ટ સિટીનું મહાકાય સાઈન બોર્ડ ધરાશાઈ થતા 3 નાં મોત | 2026-06-02 08:57:07
વડોદરામાં રેલવેના ટીટીની શરમજનક કરતૂત: ડ્રેસ પોતાના સગાને પહોંચાડવા આવેલી યુવતી સાથે કરી અશ્લિલ હરકતો | 2026-05-30 17:01:31