Tue,08 October 2024,7:20 am
Print
header

કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત- Gujarat Post

નવી દિલ્હીઃ કેન્દ્રમાં ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. PM મોદીએ મંગળવારે કહ્યું હતું કે તેમની સરકારનો દરેક નિર્ણય લોકોના જીવનને સુધારવા માટે અનેે દેશના વિકાસ માટે છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું છે કે આજે જ્યારે આપણે રાષ્ટ્રની સેવામાં 9 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છીએ, અમે વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે વધુ સખત મહેનત કરવાનું ચાલુ રાખીશું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે મોદી સરકારના 9 વર્ષ સુરક્ષા, રાષ્ટ્રીય ગૌરવ, વિકાસ અને ગરીબ કલ્યાણના અભૂતપૂર્વ સંયોજનના 9 વર્ષ છે. આજે એક તરફ પીએમ મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે અને વિશ્વમાં ગૌરવના નવા આયામો સર્જી રહ્યો છે, બીજી તરફ સરકારે વિકાસ અને ગરીબ કલ્યાણના નવા માપદંડો સ્થાપિત કર્યાં છે.

કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ભાજપ આજથી દેશભરમાં તેનું મેગા વિશેષ જનસંપર્ક અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. ભાજપે આ વિશેષ અભિયાન 30 જૂન સુધી ચલાવવાનું આયોજન કર્યું છે. 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેને પાર્ટીની મોટી કવાયત તરીકે જોવામાં આવી રહી છે. પીએમ મોદી પોતે બુધવારે રાજસ્થાનના અજમેરમાં રેલીને સંબોધિત કરશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch