બાળકી સાથે કોઇ ક્રૂરતા કરવામાં આવતા તેનું મોત થઇ ગયું
9 વર્ષની બાળકીનું મોત થતા પરિવાર આઘાતમાં
નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વ દિલ્હીના થાણા દયાલપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક ફ્લેટમાં 9 વર્ષની માસૂમ બાળકી લોહીથી લથપથ સુટકેસમાં મળી હતી. બાળકી લગભગ બે કલાક સુધી સુટકેસમાં હતી. પરિવારને આ વાતની જાણ થતાં જ તેમણે તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. એવી શંકા છે કે બળાત્કાર બાદ બાળકીને સુટકેસમાં ભરીને ફ્લેટમાં છોડી દેવામાં આવી હતી.
બાળકી તેની મોટી માતાને બરફ આપવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ બે કલાક પછી પણ તે ઘરે પાછી ન આવી. જે બાદ માસૂમ બાળકીના પિતાએ તેની શોધ શરૂ કરી અને કોઈએ તેમને જાણ કરી કે બાળકી તેમના ઘરથી લગભગ 200 મીટર દૂર આવેલા એક ફ્લેટ તરફ જતી જોવા મળી છે.
જ્યારે બાળકીના પિતા તે ફ્લેટના બીજા માળે પહોંચ્યા, ત્યારે ફ્લેટનો મુખ્ય દરવાજો બહારથી બંધ હતો. જ્યારે બાળકીના પિતા ફ્લેટનું તાળું તોડીને અંદર ગયા ત્યારે તેમણે જોયું કે બાળકી એક સુટકેસમાં બેભાન અવસ્થામાં પડી હતી, તેના શરીર પર કોઈ કપડાં ન હતા, આ પછી બાળકીના પિતા તાત્કાલિક તેને નજીકની નર્સિંગ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
આ માહિતી મળતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. હાલમાં પોલીસે બાળકીના મૃતદેહને ગુરુ તેગ બહાદુર હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે અને આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આરોપીઓને શોધવા માટે 6 ટીમો બનાવવામાં આવી છે. ધરપકડ માટે મોડી રાત્રે હાપુડ, પિલખુવા અને ઉત્તર પૂર્વ દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યાં હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39