Fri,20 September 2024,12:22 pm
Print
header

અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post

અંધશ્રદ્ધાએ લીધો ભોગ, 9 વર્ષની સોનમનું મોત થઇ ગયું

સોનમના પિતા મંતોષ રામ અને માતા લલિત હોસ્પિટલમાં દાખલ

મંતોષભાઇના બે સાળા પણ હોસ્પિટલમાં દાખલ

પોલીસે ગુનો દાખલ કરીને શરૂ કરી તપાસ

વાપીઃ આજની આધુનિક દુનિયામાં પણ સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થવાનું નામ નથી લઇ રહી. લોકો અંધશ્રદ્ધાની આગમાં જાતે જ બરબાદ થઇ રહ્યાં છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાપીના સુલપડ વિસ્તારમાં મૂળ બિહારના પતિ, પત્ની અને 9 વર્ષની દીકરીની એક નાની રૂમમાં રહેતા હતા. આ પતિ પત્ની છેલ્લા કેટલાક દિવસોથી બીમાર રહેતા હતા. જેથી બીમારી દૂર કરવા તેઓએ અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો.

આ નાના ઘરમાં મરચાં અને અન્ય મસાલાનો ધુમાડો કર્યો હતો. ત્યારબાદ ઘરનું બારણું બંધ કરી દીધું હતું. ઘરમાં અન્ય કોઈ હવા ઉજાસની સુવિધા નહીં હોવાથી આખો પરિવાર બેભાન થઈ ગયો હતો. વાપીમાં જ રહેતા તેમના એક સ્વજને પરિવારનો સંપર્ક કરવા પ્રયાસ કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. આથી તે સ્વજને પરિવારના પાડોશીને આ બાબતે જાણ કરી હતી.

બાદમાં પાડોશીએ ઘરમાં જોતા આખો પરિવાર બેભાન હતો, તેથી તાત્કાલિક તેમને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ દરમિયાન પરિવારની 9 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યોની હાલત સ્થિર છે. આ કેસમાં વાપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે તમને પણ અપીલ છે કે આવી કોઇ અંધશ્રદ્ધામાં આવતા નહીં.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch