Thu,30 March 2023,6:28 am
Print
header

મનિષ સિસોદીયાની ધરપકડ મુદ્દે PM મોદીને પત્ર, કેજરીવાલ સહિત વિપક્ષના 9 નેતાઓએ લખ્યો પત્ર- Gujarat Post

કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો લગાવ્યો આરોપ

લોકશાહીમાંથી આપખુદશાહીમાં કામ કરી રહી છે સરકાર

નવી દિલ્હીઃ આબકારી નીતિ મામલે આપ નેતા મનિષ સિસોદીયા હાલ જેલમાં છે. તેમની જામીન અરજી પર 10 માર્ચે સુનાવણી થશે.હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, સપાના અખિલેશ યાદવ, આરજેડીના તેજસ્વી યાદવ, તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જી, બીઆરએસના કે ચંદ્રશેખર રાવ, જેકેએનસીના ફારૂક અબદુલ્લા,મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની ધરપકડ પર અરવિંદ કેજરીવાલ સહિત 9 વિપક્ષી નેતાઓએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે, કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. દેશમાં  લોકશાહીની હત્યા થઇ છે અને હવે તાનાશાહી થઇ રહી છે. 

બીજી તરફ દિલ્હી પોલીસે દિલ્હીની સરકારી શાળાના ગેટ પર 'આઈ લવ મનિષ સિસોદિયા' બેનર લગાવવા સામે કેસ નોંધ્યો છે. શનિવારે, ઉત્તર-પૂર્વ દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓએ બેનર લગાવવા સામે વિરોધ નોંધાવ્યો હતો, જેને પગલે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ શાસ્ત્રી પાર્ક પોલીસ સ્ટેશનમાં દિલ્હી પ્રિવેન્શન ઓફ પ્રોપર્ટી ડિફેસમેન્ટ એક્ટની કલમ 3 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch