Sat,08 August 2026,9:42 pm
Print
header

રાધનપુરમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર: MLA લવિંગજી ઠાકોરના ઘર બહાર ભરાયા પાણી

  • Published By Panna Patel
  • 2026-07-24 14:59:21
  • /
  • બપોરે 2 વાગ્યા સુધીમાં 242 તાલુકાઓમાં વરસાદ
  • ભાભરમાં 6.77 ઇંચ, દીયોદરમાં 6.73 ઇંચ વરસાદ નોંધાયો
  • 4 તાલુકાઓમાં 6 ઇંચથી વધારે વરસાદ

રાધનપુરઃ વરસાદે આજે ઉત્તર ગુજરાતને બાનમાં લીધું છે. રાધનપુરમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના ઘર બહાર પણ પાણી ભરાયા છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 242 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.પાટણના રાધનપુરમાં સૌથી વધુ 8.9 ઇંચ, વાવ- થરાદના ભાભરમાં 6.77 ઇંચ, વાવ-થરાદના દીયોદરમાં 6.73 ઇંચ, પાટણના સાંતલપુરમાં 6.50 ઇંચ, ખેડાના મહેમદાબાદમાં 5.20 ઇંચ, અરવલ્લીના ધનસુરામાં 4.13 ઇંચ, બનાસકાંઠાના ઓગડમાં 4.06 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 3.98 ઇંચ, મહીસાગરના વિરપુરમાં 3.90 ઇંચ, અમરેલીના લીલીયામાં 3.66 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 3.43 ઇંચ, વાવ-થરાદના સુઈગામમાં 3.19 ઇંચ, મહેસાણાના ખેરાલુમાં 3.15 ઇંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાત માટે હજુ 48 કલાક ભારે છે. આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ પટ્ટાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડશે. તંત્ર દ્વારા પણ બે દિવસ સુધી લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch