Thu,25 April 2024,5:49 am
Print
header

હિમાચલના કિન્નોરમાં ટેમ્પો પર ભેખડ ધસી, 9 પ્રવાસીઓનાં મોત થઇ ગયા

શિમલાઃ હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં લેન્ડસ્લાઈડને કારણે 9 લોકોના મોત થઇ ગયા છે. કિન્નોર જિલ્લામાં બટસેરીના ગુંસાની પાસે ખડકો પડવાથી છિતકુલથી સાંગલા તરફ જઈ રહેલા પર્યટકોની ગાડી ભૂસ્ખલનનો ભોગ બની છે. આ ગાડીમાં જઇ રહેલા પર્યટકો દિલ્હી અને ચંદીગઢથી હિમાચલ ફરવા આવ્યાં હતા.

ઘટનાની સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કોંગ્રેસ ધારાસભ્ય જગતસિંહ નેગીએ જણાવ્યું કે પહાડી પરથી સતત પથ્થર પડી રહ્યાં છે, જેને કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી આવી રહી છે.ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવા માટે સરકાર પાસે હેલિકોપ્ટર માંગવામાં આવ્યું છે તે ઝડપથી પહોંચશે તેવું આશ્વાસન મળ્યું છે. કિન્નોરના ડીસી આબિદ હુસૈન સાદિક, એસપી એસ આર રાણે પણ ઘટના સ્થળે હાજર છે.

ભૂસ્ખલન થવાથી ઘણા વાહનો ક્ષતિગ્રસ્ત થયા

બટસેરીના લોકો પોલીસની સાથે રેસ્ક્યૂમાં જોડાઈ ગયા છે.ભૂસ્ખલન થવાથી ગામ માટે બાસ્પા નદી પર બનેલો કરોડોનો પુલ તુટી ગયો છે. તેનાથી ગામનો સંપર્ક કપાઈ ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch