Wed,15 July 2026,12:59 am
Print
header

ગુજરાતમાં 8 નવી GIDC સ્થપાશે, વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ વડોદરામાં થઈ જાહેરાત

  • Published By Panna Patel
  • 2026-06-29 17:19:06
  • /

વડોદરાઃ શહેરમાં આજથી બે દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આરંભ થયો હતો. જેમાં  વિવિધ જિલ્લાઓમાં 8 નવી GIDCની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી.  રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ આપવા આ સ્માર્ટ એસ્ટેટ્સ દ્વારા આધુનિક સુવિધાઓ, સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં 3611 એકર વિસ્તારમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ કાર્યરત થશે.

ખેડા જિલ્લામાં મહિજ જીઆઇડીસીને 130.3 એકર વિસ્તારમાં, કઠલાલ તાલુકાના સરખેજ જીઆઇડીસીને 332.7 એકર વિસ્તાર, મહુધા તાલુકાના મહિસા જીઆઇડીસીને 18.5 એકર, ગળતેશ્વર તાલુકાના અંઘાડી જીઆઇડીસીને 310.9 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. 

અમદાવાદ જિલ્લાના માંડલ જીઆઇડીસીને 515.2 એકર વિસ્તારમાં, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર જીઆઇડીસીને 105.5 એકર વિસ્તારમાં, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઉંડવા જીઆઇડીસીને 247.1 એકર વિસ્તારમાં અને ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના મોણપુર જીઆઇડીસીને 1950.7 એકર વિસ્તારમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 

આ જાહેરાત અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓ મળી કુલ 3611 એકર વિસ્તારમાં નવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવશે. આ આયોજનથી મધ્ય ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણને વેગ મળશે, રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ સ્થાનિક વિકાસને પ્રોત્સાહન મળશે.

રાજ્યમાં વિકસાવવામાં આવનારા આ સ્માર્ટ એસ્ટેટ્સ ઉદ્યોગ, ટેકનોલોજી અને રોજગારના નવા કેન્દ્રો તરીકે ઉભરી આવશે. આ પ્રકલ્પો દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને એક મજબૂત ઔદ્યોગિક ઈકોસિસ્ટમ મળશે અને તેમજ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકોનું સર્જન થશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch