Fri,26 April 2024,4:24 am
Print
header

વાવાઝોડા યાસે (YAAS) તબાહી મચાવવાનું કર્યુંં શરૂ, સિલરુ નદીમાં હોળી ઉંધી વળી જતાં 8 લાપતા

કોલકત્તાઃ બંગાળની ખાડી પર ઉદભવેલું યાસ વાવાઝોડું 26 મેના રોજ ઓડિશા-પશ્ચિમ બંગાળની ખાડી પરથી પસાર થવાનો અંદાજ છે. વિશાખાપટ્ટનમના એસપી બીવી ક્રિષ્ના રાવે જણાવ્યું કે, ઓડિશા-આંધ્રપ્રદેશ બોર્ડર પર ચિત્રકોંડા પોલીસ સ્ટેશનની હદમાં આવતી સિલુરુ નદીમાં હોળી ઉંધી વળી જતાં 8 પ્રવાસી મજૂરો ગુમ થયા છે. તેમનું સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

યાસ વાવાઝોડાને લીધે રાજ્ય અને સ્થાનિક પ્રશાસનની સાથે સાથે NDRF, કોસ્ટગાર્ડ, નૌસેના, વાયુસેના અને થળસેના સંપૂર્ણ રીતે સતર્ક છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત, બચાવની કામગીરી માટે તમામ ટીમોની તૈનાતી શરૂ કરી દીધી છે.

યાસ વાવાઝાડાને પગલે રેલવેએ 24 મેથી 29 મેની વચ્ચે અનેક ટ્રેનો રદ્દ કરી દીધી છે. રેલવેના આ નિર્ણયની જાણકારી એક પ્રેસ રિલીઝમાં આપી છે સાથે જ રદ્દ કરવામાં આવેલી તમામ 25 ટ્રેનોની યાદી બહાર પાડી છે.

કોસ્ટગાર્ડના જહાજ અને વિમાને છેલ્લા ત્રણથી ચાર દિવસમાં બંગાળની ખાડી અને પૂર્વની તટો પર માછીમારો, બોટ અને કોમર્શિયલ જહાજોને લાઉડ સ્પીકરથી દરિયામાં ન જવાની અપીલ કરી છે. NDRFની 85 પૈકી પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લામાં 32, ઓડિશામાં 28, અંદામાનમાં ચાર, આંધ્ર પ્રદેશમાં ત્રણ અને તામિલનાડુમાં બે ટીમો તૈનાત કરી દીધી છે આ સિવાય 17 SAR એટલે કે સર્ચ એંડ રેસ્ક્યુ ટીમને સ્ટેંડ બાય અને બેકઅપ પ્લાન પણ તૈયાર રાખવામાં આવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch