Fri,19 April 2024,10:15 am
Print
header

અમેરિકામાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, બે લોકોનાં મોત, 50 ઘાયલ- Gujarat Post

(તસવીર સૌજન્યઃ એએનઆઈ)

12 ક્રૂ મેમ્બર્સ પણ થયા ઈજાગ્રસ્ત

મિસૌરીમાં એમટ્રેક ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી બે લોકોનાં મોત

વોશિંગ્ટનઃ અમેરિકાના મિસૌરીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. મિસૌરીમાં એમટ્રેક ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી બે લોકોનાં મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માતમાં 12 જેટલા ક્રૂ મેમ્બર્સને પણ ઇજા પહોંચી હોવાના અહેવાલ છે.એમટ્રેક મીડિયા સેન્ટરના જણાવ્યાં અનુસાર, ટ્રેન એક ટ્રક સાથે ટકરાઈ હતી, ત્યારબાદ 8 કાર અને બે એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રક મિઝોરીના મેન્ડન નજીક જાહેર ક્રોસિંગ પર પાર્ક થયેલી હતી.    

અધિકારીઓએ જણાવ્યું કે આ દુ:ખદ ઘટના શહેરના દક્ષિણ-પશ્ચિમમાં ફાટક વગરના ક્રોસિંગ પર બની હતી. બપોરે લગભગ 12:42 વાગ્યે મેન્ડન શહેર નજીક રેલવે ક્રોસિંગ પર ટ્રેન ડમ્પ ટ્રકને ટકરાઈ હતી. કંપનીના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું કે, મેંડોન, મિસૌરી નજીક જાહેર ક્રોસિંગ પર પાર્ક કરેલી ટ્રક સાથે ટ્રેન ટકરાઈ હતી.

સ્લીપર કારવાળા મુસાફર રોબર્ટ નાઈટીંન્ગલે જણાવ્યું કે જ્યારે તેણે અવાજ સાંભળ્યો ત્યારે તે ઉંઘમાં હતો.આ બધું ધીમી ગતિ જેવું બન્યું. તે ધ્રુજવા લાગ્યો અને પછી અચાનક કંઈક થયું, બધી ધૂળ મારી બારીમાંથી અંદર આવી રહી હતી. તેમણે કહ્યું કે કેટલાક લોકોએ મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી. એવું લાગતું હતું કે ટ્રકમાં મોટા મોટા પથ્થરો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch