Fri,19 April 2024,11:39 pm
Print
header

7th Pay Commission: 1 જુલાઇથી કર્મચારીઓને મળશે આ લાભ

નવી દિલ્હીઃ કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓને 7માં પગારપંચ મુજબ
કેટલાક લાભ થશે. આગામી 1 જુલાઈ 2021થી કેન્દ્રીય કર્મચારીઓને ડીએનો લાભ આપવામાં આવશે, ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ડેટા રિલીઝ મુજબ જાન્યુઆરી 2021થી જૂન સુધીમાં ડીએમાં ઓછામાં ઓછો 4 ટકાનો વધારો થઇ શકે છે જે કેન્દ્રીય કર્મચારીઓને લાગુ પડશે. જેનો લાભ દેશમાં 52 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓને થશે.

7માં પગારપંચ મુજબ કર્મચારીઓનું ડીએ 17 ટકાથી વધીને 28 ટકા થઇ જશે. નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓને પણ ફાયદો થશે. કોરોના વાયરસના કારણે સરકારે ડીએ પર રોક લગાવી હતી જો કે હવે ડીએ વધવાથી ડીઆરમાં પણ વધારો થશે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાને કારણે નિવૃત્ત કર્મચારીઓને ડિઅરનેસ રિલીફનો પણ લાભ આપવામાં આવશે. આમ સરકારની જાહેરાતને કારણે લાખો કર્મચારીઓને ફાયદો થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch