76th Republic Day 2025: આજે ભારત 76મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફરજ માર્ગ પર આયોજિત રાજ્ય સમારોહમાં પહોંચ્યાં હતા અને તેમને તિરંગો લહેરાવ્યો હતો. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યાં છે. આજે ભારતની સંસ્કૃતિ અને લશ્કરી તાકાત રજૂ કરવામાં આવી રહી છે.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ફ્લાય-પાસ્ટ છે, જેમાં ભારતીય વાયુસેનાના વિમાનોનું અદભૂત પ્રદર્શન છે. દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને અદ્યતન સૈન્ય ક્ષમતાઓનો અનોખો સંગમ રજૂ કરવામાં આવી રહ્યો છે, જે દેશની શક્તિ અને અખંડિતતાનું પ્રતિનિધિત્વ કરે છે.
પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી
ગણતંત્ર દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, આજે આપણે આપણા ભવ્ય ગણતંત્રની 76મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યાં છીએ. આ અવસર પર અમે તે તમામ મહાન હસ્તીઓને વંદન કરીએ છીએ, જેમણે આપણું બંધારણ બનાવીને સુનિશ્ચિત કર્યું કે આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતા પર આધારિત છે.
અમારી ઈચ્છા છે કે આ રાષ્ટ્રીય તહેવાર માત્ર આપણા બંધારણના મૂલ્યોનું જતન કરે પરંતુ એક મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવાના અમારા પ્રયાસોને પણ મજબૂત બનાવે.
गणतंत्र दिवस की ढेरों शुभकामनाएं!
— Narendra Modi (@narendramodi) January 26, 2025
आज हम अपने गौरवशाली गणतंत्र की 75वीं वर्षगांठ मना रहे हैं। इस अवसर पर हम उन सभी महान विभूतियों को नमन करते हैं, जिन्होंने हमारा संविधान बनाकर यह सुनिश्चित किया कि हमारी विकास यात्रा लोकतंत्र, गरिमा और एकता पर आधारित हो। यह राष्ट्रीय उत्सव हमारे…
ભારતીય સેનાએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી
ભારતીય વાયુસેના (IAF) એ તમામ દેશવાસીઓને 76માં ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, આપણે દેશભક્તિની ભાવનાનું સન્માન કરીએ અને આપણા દેશની સિદ્ધિઓની ઉજવણી કરીએ.
ભારતીય વાયુસેના આકાશની રક્ષા કરવા અને અતૂટ સમર્પણ અને ગૌરવ સાથે રાષ્ટ્રની સેવા કરવાના તેના મિશનમાં અડગ રહે છે. શક્તિ, બહાદુરી અને અતૂટ પ્રતિબદ્ધતા સાથે, અમે આકાશની રક્ષા કરવાનો અને આપણા પ્રજાસત્તાકના આદર્શોને જાળવી રાખવાનો સંકલ્પ કરીએ છીએ.
અમેરિકન ગાયિકા મેરી મિલબેને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી
આંતરરાષ્ટ્રીય ગાયિકા મેરી મિલબેને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ભારતીય સહયોગી દળો, મારા પ્રિય ભારત અને વિશ્વભરના ભારતીય સમુદાયોને 76માં ગણતંત્ર દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ.
અમેરિકાએ ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. યુનાઈટેડ સ્ટેટ્સ વતી હું ભારતના લોકોને તેમના દેશના પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન આપું છું. જેમ કે તેઓ ભારતના બંધારણને અપનાવવાની ઉજવણી કરે છે, તેથી અમે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પાયા તરીકે તેના કાયમી મહત્વને ઓળખવામાં તેમની સાથે જોડાઈએ છીએ.
76th #RepublicDay
#WATCH | Prime Minister Narendra Modi arrives at the Kartavya Path for the 76th #RepublicDay
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44
રૂ.1.12 કરોડની કિંમતનું બાળકોનું રમવાનું ચલણ અને નકલી સોનાના બિસ્કિટ...છેતરપિંડી કરનાર ગેંગની આ હતી મોડસ ઓપરેન્ડી | 2025-02-15 14:14:50
Big News:રશિયાએ યુક્રેનમાં પરમાણું રિએક્ટર પર હુમલો કર્યો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો | 2025-02-14 19:22:37