કેલિફોર્નિયાઃ 33 વર્ષથી વધુ સમય સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહ્યાં પછી 73 વર્ષી વૃદ્ધા હરજીત કૌરને અચાનક દેશનિકાલ કરવામાં આવ્યાં છે. કેલિફોર્નિયામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ તપાસ દરમિયાન અટકાયતમાં લેવામાં આવતા કૌરને તેમના પરિવારને ગુડબાય કહેવાની તક પણ ન મળી, હરજીત કૌર પંજાબ પરત ફરી રહ્યાં છે. તેમનો કેસ માત્ર માનવતાવાદી પ્રશ્નો જ ઉભા કરતો નથી પરંતુ યુએસ ઇમિગ્રન્ટ્સ સિસ્ટમની કઠોરતા અને ઇમિગ્રન્ટ્સ સમૂદાયની અસુરક્ષાને પણ ઉજાગર કરે છે.
હરજીત કૌર 1992 માં પોતાના બે પુત્રો સાથે સિંગલ મધર તરીકે અમેરિકા ગયા હતા, તેઓ કેલિફોર્નિયાના ઇસ્ટ વિસ્તારમાં રહેતા હતા અને એક ભારતીયની કાપડની દુકાનમાં કામ કરતા હતા.
હરજીત કૌર 2012 થી આશ્રયનો દરજ્જો મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતા, અને તેમની અરજી નકારી કાઢવામાં આવી હોવા છતાં તેઓ દર છ મહિને સાન ફ્રાન્સિસ્કો ઇમિગ્રન્ટ્સ ઓફિસમાં રિપોર્ટ કરવાનું ચાલુ રાખતા હતા. તેમને એવી પણ ખાતરી આપવામાં આવી હતી કે જ્યાં સુધી તેમના મુસાફરી દસ્તાવેજો અંતિમ સ્વરૂપ ન લે ત્યાં સુધી તે અમેરિકામાં દેખરેખ હેઠળ રહી શકે છે. પરંતુ નિયમિત તપાસ દરમિયાન, ICE અધિકારીઓએ અચાનક તેમની અટકાયત કરી અને તેમને બેકર્સફિલ્ડથી લોસ એન્જલસ પછી જ્યોર્જિયા અને પછી દિલ્હી રવાના કરી દીધા, પરિવારનું કહેવું છે કે તેમને અગાઉથી જાણ કરવામાં આવી ન હતી અને ન તો તેમને તેમના સંબંધીઓને અંતિમ વિદાય આપવાની તક મળી હતી.
કસ્ટડીમાં અમાનવીય સ્થિતિ અને સ્વાસ્થ્ય જોખમો
હરજીત કૌરના પરિવારે તેમની ઉંમર અને સ્વાસ્થ્યને કારણે ચિંતા વ્યક્ત કરી છે. એવું જાણવા મળ્યું છે કે તેમની ઘૂંટણની સર્જરી થઈ છે અને તેઓ થાઇરોઇડની સમસ્યાઓ, માઇગ્રેનથી પીડાય છે. વકીલ દીપક આહલુવાલિયાના જણાવ્યા અનુસાર, જ્યોર્જિયાના કામચલાઉ કેન્દ્રમાં તેમને 60-70 કલાક સુધી પથારીને બદલે નીચે ફ્લોર પર સૂવાની ફરજ પાડવામાં આવી હતી. તેમને આખો સમય સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.પરિવારનું કહેવું છે કે, તેમની ઉંમર અને તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની અટકાયત અને દેશનિકાલ તેમના જીવન માટે ગંભીર ખતરો હતો.
શીખ સમૂદાય નારાજ થયો
કેલિફોર્નિયામાં શીખ સમૂદાયે હરજીત કૌરની ધરપકડ અને દેશનિકાલ સામે જોરદાર વિરોધ કર્યો. પ્રદર્શનકારીઓએ તેમની મુક્તિની માંગ કરી. પરિવાર અને સમૂદાયનો આરોપ છે કે ICE એ શરૂઆતમાં તેમને ખાતરી આપી હતી કે તે દેખરેખ હેઠળ રહી શકે છે, પરંતુ અચાનક નિયમો બદલી નાખ્યાં. તેનાથી ઇમિગ્રન્ટ્સ સમૂદાયમાં ભયનું વાતાવરણ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
નાઇજીરીયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક | 2026-10-06 09:05:13
યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, ફ્લાય દુબઈ ફ્લાઇટમાં આતંકવાદી કાવતરા પાછળ ઈરાનનો હાથ | 2026-10-06 08:30:59
ફ્લાય દુબઈમાં કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર સહ-પાયલટની ઓળખ સામે આવી, તેનો ઇરાદો ઇઝરાયલમાં વિમાન ક્રેશ કરવાનો હતો | 2026-10-03 09:12:58
યુક્રેન યુદ્ધ પીએમ મોદીના વિચાર પર સમાપ્ત થઈ શકે છે, રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન | 2026-10-02 09:48:54
ફ્લાય દુબઈના કેપ્ટન સ્મિત પર ઓમાનના કો-પાયલટે આવી રીતે છરી મારી હતી, ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહી આ વાત | 2026-10-02 09:32:21