ઝિમ્બાબ્વેઃ ઝિમ્બાબ્વેમાં કરીબા તળાવ પર એક ઓવરલોડેડ ફેરી પલટી જતાં 18 બાળકો સહિત 72 લોકોના મોત થયા છે. બચાવ ટીમોએ ઘણા મુસાફરોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મંગળવારે જોરદાર મોજામાં આ ફેરી પલટી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે 26 વધુ મૃતદેહો મળી આવ્યા હતા, જેનાથી મૃત્યુઆંક 72 થયો હતો.
જૂની ફેરી કરીબા શહેરથી દેશના ઉત્તર પશ્ચિમમાં ગ્રામીણ અને માછીમાર સમૂદાયોમાં જઈ રહી હતી, જ્યાં રસ્તાઓ ખરાબ છે અને જાહેર પરિવહનનો અભાવ છે. અધિકારીઓએ જણાવ્યું નથી કે કેટલા લોકો તેમાં સવાર હતા અથવા કેટલા ગુમ છે. આ અકસ્માત મંગળવારે થયો હતો. જે બોટ પલટી ગઈ તે સરકારી એજન્સી દ્વારા સંચાલિત હતી. તેનો ઉપયોગ કરીબા તળાવની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી લોકોને કિનારે આવેલા કરીબા શહેરમાં લઈ જવા માટે થાય છે.
અંદાજ મુજબ મુસાફરોની સંખ્યા 153 સુધીની છે, જ્યારે અધિકારીઓ કહે છે કે ફેરીમાં 90 લોકોની ક્ષમતા છે. ઝિમ્બાબ્વેની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે 77 લોકોને બચાવી લેવામાં આવ્યાં હતા. 77 લોકોને તળાવના એક નાના ટાપુ પર લઈ જવામાં આવ્યાં હતા, અને તેમને બહાર કાઢવા માટે બોટ મોકલવામાં આવી હતી. મૃતકોમાંથી 16 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો પણ હતા, જેમાં સૌથી નાનું બાળક માત્ર એક વર્ષનું હતું.
કરીબા વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત તળાવ છે.તે 1950 ના દાયકાના અંતમાં અને 1960 ના દાયકાની શરૂઆતમાં ઝામ્બેઝી નદી પર બંધ કરીને બનાવવામાં આવ્યું હતું. તે 200 કિલોમીટરથી વધુ સુધી ફેલાયેલું છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
ઇન્ડોનેશિયા: જાવા સમુદ્રમાં 240 લોકોને લઈને જતું જહાજ ગુમ, સંપર્ક તૂટ્યાં બાદ ચિંતા વધી | 2026-09-13 10:10:02
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
શી જિનપિંગ ભારતની મુલાકાતે, BRICS માં પીએમ મોદી સાથે મહત્વની બેઠક | 2026-09-12 09:12:08
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17