જેલ અધિકારીઓના ત્રાસને કારણે કેદીઓએ આ પગલું ભર્યું હોવાની વાત
ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા સ્થળ પર
કેદીઓ સુધી ફિનાઇલ કોણે પહોંચાડ્યું તેેની હાથ ધરાઈ તપાસ
વડોદરાઃ સેન્ટ્રલ જેલમાં એક ચકચાર ભરી ઘટના બની છે. જેલમાં કાચા કામના સાત કેદીઓએ ફિનાઇલ પી લેતાં હાહાકાર મચી ગયો છે.જેલ અધિકારીઓના ત્રાસને કારણે કદીઓએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. કેદીઓના આ પગલાં બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે, સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યાં હતા.
ફિનાઇલ પીધેલા કેદીઓને ગંભીર હાલતમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં તમામની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. મોટી છેતરપિંડીના ગુનામાં હર્ષિલ લિંબાચીયા અને પાદરાના એક મર્ડર કેસમાં ચર્ચાતું નામ અભી ઝા સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ પી આપઘાત નો પ્રયાસ કરી લીધો હતો.એસએસજી હોસ્પિટલ ખાતે તમામની સારવાર ચાલી રહી છે.સારવાર દરમિયાન હર્ષિલે જેલ તંત્ર પર ત્રાસ આપવા સહિત હાઈ સિક્યોરિટીમાંથી બહાર કાઢવા રૂપિયાની માંગ કરવામા આવતી હોવાના આરોપ લગાવ્યાં છે.રૂમ બહાર ન નીકળવા દેતા હોવાનું પણ જણાવ્યું હતું.
જેલ સંકુલમાં હાહાકાર મચાવતી આ ઘટના અંગે જેલમાં ફિનાઈલ કેદીઓ સુધી કોણે પહોંચાડ્યું તેની તપાસ હાથ ધરાઇ છે. આ મામલે પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર તમામ કેદીઓની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
વડોદરા લોકસભા વિવાદ, વિરોધ બાદ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી | 2024-03-23 10:59:10
પહેલા ખુલ્લો વિરોધ, હવે ગુમનામ પોસ્ટર્સ, વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન સામે વધી રહ્યો છે આક્રોશ | 2024-03-21 09:25:08
પ્રેમનો કરુણ અંજામ, હાલોલના રામેશરા ગામ પાસે કેનાલમાંથી સગીર પ્રેમી પંખીડાના મૃતદેહ મળ્યાં- Gujarat Post | 2024-03-20 11:01:31
ભાજપમાં પણ વિવાદો તો છે જ....ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપીને પાછું ખેંચી લીધું | 2024-03-19 10:52:53
વડોદરામાં ગટરના પાણીના વહેણમાંથી મહિલાની લાશ મળતાં ચકચાર- Gujarat Post | 2024-03-16 11:33:43