Tue,09 December 2025,10:59 am
Print
header

બાગેશ્વર ધામની હનુમાન કથાથી પરત ફરી રહેલા એક જ પરિવારના 7 સભ્યોએ કારમાં કરી આત્મહત્યા, તેઓ દેહરાદૂનથી પંચકુલા આવ્યા હતા

  • Published By
  • 2025-05-27 08:28:58
  • /

હરિયાણાઃ પંચકુલાના સેક્ટર-27માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં દેહરાદૂનનાં એક પરિવારના 7 સભ્યોએ કારમાં ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. સેક્ટર 27 માં એક ઘરની બહાર રસ્તા પર પાર્ક કરેલી કારમાં બધાના મૃતદેહ બંધ હાલતમાં મળી આવ્યા હતા. પરિવાર ભારે દેવામાં ડૂબેલો હતો, તેથી જ તેમણે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

દેહરાદૂનનો રહેવાસી પ્રવીણ મિત્તલ પોતાના પરિવાર સાથે પંચકુલાના બાગેશ્વર ધામમાં આયોજિત હનુમાન કથા કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી દેહરાદૂન પરત ફરતી વખતે તેઓએ સામૂહિક આત્મહત્યાનું આ પગલું ભર્યું. મૃતકોમાં દહેરાદૂનના રહેવાસી 42 વર્ષીય પ્રવીણ મિત્તલ, પ્રવીણના માતા-પિતા, પ્રવીણની પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર સહિત ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસને ઘટના સ્થળેથી એક સ્યૂસાઇડ નોટ મળી છે. પોલીસ આ મામલાની તપાસ હાથ ધરી છે. સાતેય મૃતદેહોને પંચકુલાની ખાનગી હોસ્પિટલોના શબઘરમાં રાખવામાં આવ્યાં છે. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યાં અનુસાર એક જ પરિવારના 7 લોકોએ કારમાં ઝેર પીને આત્મહત્યા કરી હતી. આ પરિવાર ઉત્તરાખંડના દેહરાદૂનથી ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા વર્ણવવામાં આવેલી હનુમાન કથામાં હાજરી આપવા આવ્યો હતો. પરિવાર પર ઘણું દેવું હતું. કદાચ એટલા માટે જ આ પગલું ભર્યું હશે. હાલમાં તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch