તિરુવનંતપુરમઃ કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 146 લોકોનાં મોત થયા છે. હજુ ઘણા લોકો ફસાયેલા છે. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીફ સાથે વાત કરીને ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડ, કેરળમાં સહાય અને બચાવ માટે સેના તૈનાત કરવા કહ્યું છે. વાયનાડમાં સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
પીએમ મોદીએ સહાયની જાહેરાત કરી
પીએમ મોદીથી લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત અનેક નેતાઓએ વાયનાડમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. પીએમએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. જેપી નડ્ડા, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું ?
વાયનાડમાં ભૂસ્ખલન અંગે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે વાયનાડમાં અનેક વિનાશક ભૂસ્ખલન થયા છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મેં રક્ષામંત્રી અને કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. હું કેન્દ્ર સરકારને બચાવ અને તબીબી સંભાળ, મૃતકોને તાત્કાલિક સહાય માટે શક્ય તમામ મદદ પ્રદાન કરવા વિનંતી કરું છું. મહત્વપૂર્ણ પરિવહન અને સંચાર લાઇન પુનઃસ્થાપિત કરવી જોઈએ, શક્ય તેટલી વહેલી તકે રાહતની વ્યવસ્થા કરવી જોઈએ અને અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે રોડમેપ તૈયાર કરવો જોઈએ.
અહીં સૌથી મોટું નુકસાન
ભૂસ્ખલનને કારણે સૌથી વધુ નુકસાન ચુરલમાલા અને મુંડક્કાઈ ગામમાં થયું છે. લેન્ડ સ્લાઈડને કારણે આ બે ગામોનો એક ભાગ ધોવાઈ ગયો છે. અહીં લેન્ડ સ્લાઇડના કાટમાળ નીચે રિસોર્ટ અને કેટલાક હોમ સ્ટે સહિત ઘણા ઘરો દટાયા છે. નદી પરનો પુલ તૂટવાને કારણે રેસ્ક્યુ ટીમ મુંડક્કયી ગામ સુધી પહોંચી શકી નથી. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર પણ ત્યાં પહોંચી શકતા નથી. ચુરલ માલા શહેરમાં એક પુલ તૂટી પડતાં લગભગ 400 પરિવારો ફસાયેલા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post | 2025-06-15 11:41:01
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના 35 મુસાફરોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી | 2025-06-11 16:21:32
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22