Fri,19 April 2024,2:01 am
Print
header

રશિયાએ યુક્રેનની સ્કૂલ પર કર્યો બોમ્બમારો, 60 લોકોનાં મોતની આશંકા- gujarat post

રશિયન સેનાએ પૂર્વી યુક્રેનના બિલોહોરીવકામાં હુમલો કર્યો 

શાળાની ઇમારતના કાટમાળ નીચે 60 લોકોના મોત થયા હોવાની આશંકા 

યુક્રેનઃ વિશ્વને હેરાન કરનારું આ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું, દિવસેને દિવસે સ્થિતી વધુ ખરાબ થઈ રહી છે. અનેક લોકોના મોત થઇ ગયા છે. હવે રશિયાએ પૂર્વ યુક્રેન પર બોમ્બમારો કર્યો છે. બોમ્બ વિસ્ફોટ શાળા પર કરાયો હતો. જેમાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 

રશિયન સેનાએ પૂર્વી યુક્રેનના બિલોહોરીવકા ગામમાં મોટો હુમલો કર્યો છે. ગવર્નર હૌદાઈએ કહ્યું કે રશિયાએ જે સ્કૂલ પર હુમલો કર્યો છે તેમાં લગભગ 90 ઘર વગરના થઇ ગયેલા લોકોએ આશરો લીધો હતો. જેમાંથી 30 લોકોને બચાવી લેવાયા છે. અહીં 4 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો છે. કાટમાળ હટાવવામાં આવ્યો હતો, જ્યાંથી કેટલાક લોકોનાં મૃતદેહ મળી આવ્યાં છે. કાટમાળમાંથી 30 લોકોને જીવિત બહાર કાઢવામાં આવ્યા છે, શાળાની ઇમારતના કાટમાળ નીચે 60 લોકોના મોત થયા હોવાની આશંકા છે. 

યુક્રેન અને પશ્ચિમી દેશોએ રશિયા પર નાગરિકોને નિશાન બનાવીને યુદ્ધનો ગુનો કર્યાંનોઆરોપ લગાવ્યો છે.સાથે જ રશિયાએ આ દાવાઓને ફગાવી દીધા છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા યુદ્ધમાં હજારો લોકોનાં મોત થયા છે, અનેક શહેરો બરબાદ થઈ ગયા છે, લાખો લોકો વિસ્થાપિત થયા છે.

બે મહિના કરતા વધુ દિવસોથી ચાલી રહેલા આ યુદ્ધમાં સફળતા ન મળવાથી પરેશાન રશિયન સેનાએ પૂર્વી યુક્રેનને નિશાન બનાવ્યું છે. રશિયાએ અહીં હજારો સૈનિકો તૈનાત કર્યા છે. આ સૈનિકો પૂર્વી યુક્રેનના શહેરો પર સતત હુમલા કરી રહ્યાં છે. રવિવારે રશિયન સેનાએ દોનેત્સ્ક અને હોલ્મિવ્સ્કી શહેરો પર હુમલો કર્યો હતો. જેમાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. યુક્રેનની સેના પણ રશિયા સામે જોરદાર ટક્કર આપી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch