ફાયર વિભાગનું સફળ રેસ્ક્યું, પરંતું બાળકનું મોત
ગાંધીનગર: ગિફ્ટ સિટી પાસે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન પાછળ લેબર કોલોની પાસે એક 6 વર્ષનું નિર્દોષ બાળક ખુલ્લા બોરવેલમાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી હતી.
બનાવની ગંભીરતાને જોતા ગાંધીનગર અને ગિફ્ટ સિટી ફાયર સ્ટેશનની ટીમો કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ જવાનોએ બાળકને બોરવેલમાંથી બહાર કાઢ્યો હતો.
બાળકને બહાર કાઢતાની સાથે જ ત્યાં હાજર 108ની એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી. રસ્તામાં બાળકની સ્થિતિ નાજુક જણાતા 108ના તબીબ દ્વારા તેને તાત્કાલિક CPR (કૃત્રિમ શ્વાસોશ્વાસ) પણ આપવામાં આવ્યો હતો.જો કે હોસ્પિટલમાં બાળકનું મોત થઇ ગયું હતુ. તંત્ર દ્વારા આ ઘટના કેવી રીતે બની અને બોરવેલ કેમ ખુલ્લો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
લોહીલુહાણ હાલત બાદ મોત, ગાંધીનગરના ગેસ્ટ હાઉસમાં યુવકે સગીર વિદ્યાર્થીની પર કર્યો હતો બળાત્કાર | 2026-08-10 10:07:56
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખથી શરૂ થશે | 2026-08-03 19:05:52
જુલાઈ 2026 માં ગુજરાતની તિજોરી છલકાઈ: GST સહિતની આવક બમ્પર ઉછાળા સાથે રૂ. 12,566 કરોડ થઇ | 2026-08-01 17:08:41
ઓગસ્ટમાં ચોમાસુ તીવ્ર રહેશે, ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, રેડ અલર્ટ જારી | 2026-07-31 09:01:38
જિલ્લામાં આંતરિક બદલીને લઇને ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, કલેકટરોને આપી આ ખાસ સત્તા | 2026-07-30 18:41:05