Fri,26 April 2024,1:52 am
Print
header

ભગવાનનો આભાર, 10 કલાકની મહેનત બાદ આર્મીના જવાનોએ બોરવેલમાંથી શિવાને બચાવી લીધો

ઉત્તર પ્રદેશઃ આગ્રામાં બોરવેલમાં પડી ગયેલા 6 વર્ષના શિવાને આર્મીના જવાનોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યો છે. આ માટે જવાનોએ કલાકો સુધી બચાવ કામગીરી ચલાવી હતી. બાળક સવારે 6 વાગે બોરવેલમાં પડી ગયુ હતુ અને 10 કલાકથી વધારે સમય બોરવેલની અંદર રહ્યું હતું. બાળકને બહાર કાઢવા માટે બોરવેલની બાજુમાં ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને જાળીની મદદથી બહાર કાઢવામાં આવ્યું છે.

આગ્રામાં સવારે ઘરની સામે રમતી વખતે 6 વર્ષનું આ બાળક 100 ફૂટના ખાડામાં પડી ગયું હતું. સાથે રમતા બાળકે આ વિશે પરિવારને માહિતી આપી હતી. બાળકને બચાવવા માટે પહેલાં પોલીસ ટીમે રેસ્ક્યુ શરૂ કરી દીધુ છે.ઓક્સિજન અને ખાવા-પીવાની વસ્તુઓ દોરડું બાંધીને બોરવેલમાં અંદર પહોંચાડવામાં આવી હતી. આર્મી રેસ્ક્યુ માટે પહોંચી હતી. તે સિવાય ગાઝિયાબાદથી એનડીઆરએફની ટીમ પણ બોલાવાવમાં આવી હતી. ઘટના નિબોહારની ઘરિયાઈ ગામની છે. અહીં છોટે લાલનો દિકરો શિવા સોમવારે સવારે છ વાગે ઘરની બહાર રમતો હતોઅને અચાનક બોરવેલના ખાડામાં પડી ગયો હતો. તેની સાથે રમતા બાળકે દોડીને તેના પરિવારજનોને જાણ કરી હતી. થોડી જ વારમાં આખા ગામના લોકો ભેગા થઈ ગયા હતા. એસપી ગ્રામીણ અશોક વેન્કેટ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટીમની સાથે મળીને બાળકને બચાવવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે બાળકના પરિવારે ભગવાનનો આભાર માન્યો છે અને બાળકનો જીવ બચી જતા બચાવ ટીમનો પણ આભાર માન્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch