Sat,20 April 2024,2:34 pm
Print
header

ભારતને વહેલી તકે મોકલો 6 કરોડ રસીના ડોઝ, અમેરિકન સાંસદની રાષ્ટ્રપતિ જો બાઈડેનને અપીલ

વોશિંગ્ટનઃ ભારતમાં કોરનોના વાયરસની બીજી લહેરને જોતાં વિશ્વના અનેક દેશો મદદ માટે આગળ આવ્યાં છે. અમેરિકા આ મહામારીના સંકટમાં ભારતની શક્ય તમામ મદદ કરી રહ્યું છે અમેરિકાના નાગરિક અધિકાર કાર્યકર્તા રેવ જૈસી જેકસન સીનિયર અને ડેમોક્રેટિક સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ ભારતની મદદ માટે રાષ્ટ્રપતિ જો બાઈડેનને અપીલ કરી છે.

અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ અને અને કાર્યકર્તા રેવ જૈસી જેક્સને બાઇડેનને ભારતને કોરોના વેક્સીનના 6 કરોડ (60 મિલિયન) કોવિડ-19 વેક્સીન ડોઝ આપવાની અપીલ કરી છે. તેમણે બાઇડેનને અપીલ કરતાં કહ્યું રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી વેક્સીનના 8 કરોડ ડોઝમાંથી ઓછામાં ઓછા 6 કરોડ ડોઝ ભારતની મદદ માટે મોકલવા જોઈએ.

આ બંનેએ ભારતની મદદ માટે શક્ય તમામ પ્રયાસ કરતાં હોવાનું આશ્વાસન આપ્યું છે. જોકે રાષ્ટ્રપતિ બાઇડેન હાલ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ભારતમાં અત્યાર સુધીમાં 16.58 કરોડથી વધુ નાગરિકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ભારતમાં કોરોના કુલ કે 2.55 કરોડને પાર થઈ ગયા છે જ્યારે બે કરોડ 20 લાખથી વધુ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી 2.85 લાખથી વધુ લોકોના મોત થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch