Wed,15 July 2026,12:19 am
Print
header

ગુજરાતના GPS કેડરના આ 6 અધિકારીઓને IPS તરીકે પ્રમોશન મળ્યું

  • Published By
  • 2026-07-02 21:36:07
  • /

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી, તે પ્રમોશનના ઓર્ડર કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે. ગુજરાત પોલીસ સેવા (GPS) ના 6 વરિષ્ઠ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (IPS) કેડરમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. આ તમામ અધિકારીઓને ગુજરાત કેડર જ ફાળવવામાં આવી છે.

સત્તાવાર નોટિફિકેશન મુજબ, વર્ષ 2025ની પસંદગી યાદીના આધારે પ્રમોશન મેળવનાર અધિકારીઓની વિગત નીચે મુજબ છે.

1. રાજદીપસિંહ એન. નકુમ ડીસીપી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), સુરત શહેર
2. ભરતકુમાર બી. રાઠોડ ડીસીપી, ઝોન-2, અમદાવાદ શહેર
3. રાકેશ ડી. દેસાઈ ડીસીપી, ઝોન-2, રાજકોટ શહેર
4. કલ્પેશકુમાર ટી. ચાવડા કમાન્ડન્ટ, એસઆરપી (SRP) ગ્રુપ, ગોંડલ
5.પ્રફુલ વી. વાનિયા
6. રાજેશકુમાર ટી. પરમાર

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch