Sat,20 April 2024,9:37 am
Print
header

નર્મદા ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી, રાજ્યના 55 ડેમ હાઈએલર્ટ પર-Gujaratpost

અત્યાર સુધીમાં રાજ્યમાં 70 ટકા વરસાદ વરસ્યો

ભારે વરસાદને પગલે રાજ્યના 55 ડેમ હાઈએલર્ટ પર 

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વખતે સારો વરસાદ થયો છે. ભારે વરસાદને પગલે રાજ્યના 55 ડેમ હાઈએલર્ટ પર છે. બીજી તરફ નર્મદા ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 70 ટકા વરસાદ વરસ્યો છે. 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક થઈ નથી, ત્યાંના 15 ડેમોમાં 24.38 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતમાં કુલ 55 ડેમો ઉપર હાઈએલર્ટ છે. 78 પૈકી 55 ડેમ હાઈએલર્ટ પર છે, જ્યાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. 17 ડેમો વોર્નિંગ ઉપર છે, જ્યાં 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતમાં વરસાદ પહેલાં ડેમોમાં પાણીનો વાપરવા લાયક જથ્થો માંડ 22 ટકા આસપાસ જ રહ્યો હતો, જો કે હવે 65.54% ટકા જેટલો પાણીનો જીવંત સંગ્રહ થયો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch