Mon,28 April 2025,11:57 pm
Print
header

સાસણ ગીરમાં રિસોર્ટમાંથી ઝડપાયું જુગાર ધામ, 55 જુગારીઓ પાસેથી રૂ.2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત- Gujarat Post

  • જુગારીઓને રાખવા લોકઅપ પણ નાનું પડ્યું
  • રૂ. 28.54 લાખની રોકડ,70 મોબાઇલ, 4 બોટલ દારુ જપ્ત

જુનાગઢઃ સાસણ ગીરના રિસોર્ટમાં જુગાર રમતા 55 જુગારીઓ ઝડપાયા હતા. તેમની પાસેથી રૂપિયા 2.34 કરોડનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીઓને રાખવા માટે પોલીસને લોકઅપ પણ નાનું પડયું હતુ. એલસીબી પોલીસે રાત્રે 2 વાગે આરોપીઓને તલાલા પોલીસને સોંપ્યા હતા,પોલીસે કુલ મળીને રૂ.2.34 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો હતો.

પોલીસે રાત્રી દરમિયાન કામગીરી કરી હતી અને આરોપીઓને રિસોર્ટમાંથી પોલીસ  સ્ટેશન લાવવામાં આવ્યાં હતા. ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાં આ રેડ કરવામાં આવી હતી. કડીનો કુખ્યાત ગેમ્બલર ભાવેશ રામી મુખ્ય સૂત્રધાર છે અને તે તમામને જુગાર રમાડવા માટે રિસોર્ટમાં લાવ્યો હતો.

જુગારીઓ પાસેથી રૂ. 28.54 લાખની રોકડ,70 મોબાઇલ, 4 બોટલ દારૂ, 15 કાર જપ્ત કરવામાં આવી છે.રિસોર્ટના સંચાલક ભરડા બંધુઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

LCB પોલીસને સાસણ ગીર નજીક આવેલ ધ પ્રીમિયર રિસોર્ટમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે રિસોર્ટ પર દરોડો પાડ્યાં હતા, દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 55 લોકોને રંગેહાથ ઝડપી પાડ્યાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch