રાજકોટઃ વન વિભાગને રાજકોટના જાણીતા ખેતલાબાપા મંદિરમાં સેન્ડબુઆ સાપ રાખવામાં આવ્યાં હોવાની જાણકારી મળી હતી. જ્યારે વન વિભાગ મંદિરમાં તપાસ માટે પહોંચ્યું તો અંદરથી એક પછી સાપના ઢગલા થવા લાગ્યા અને વન વિભાગને મંદિરમાંથી 52 સાપ મળી આવ્યાં હતા. આ સાપ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શિડ્યુલ 2માં સંરક્ષિત છે.
આ હેઠળ, મંદિરના મહંત મનુભાઈ દુધરેજીયા સામે ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમનું નિવેદન નોંધી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતા. હાલ આ તમામ 52 સાપને જંગલ વિસ્તારમાં છોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વન વિભાગની પ્રાથમિક તપાસમાં મહંત પોતે સ્નેક હેન્ડલર એટલે કે સાપના જાણકાર હોવાનું અને ધાર્મિક આસ્થા સાથે મંદિરમાં સાપ રાખતા હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, મહંત દ્વારા કોઈ તસ્કરી કે ચીટિંગ કરવામાં આવતી ન હતી.
રાજકોટ જિલ્લા વન વિભાગના DCF યુવરાજસિંહ ઝાલાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અમને જાણકારી મળી હતી કે રાજકોટના ગ્રીનલેન્ડ ચોક નજીક ખેતલાબાપા મંદિર ખાતે કોમન સેન્ડ બુઆ કે જે રસલ સેન્ડ બુઆના નામે પણ ઓળખાય છે, તેવા 50થી વધુ સાપ રાખવામાં આવેલા છે. જેથી સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્યાંથી 52 જેટલા સાપ મળી આવ્યાં હતા.આ સાપ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શિડ્યુલ 2માં સંરક્ષિત છે. કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી રાજકોટ રેન્જ દ્વારા ગુનો નોંધાવામાં આવ્યો છે અને મંદિરના મહંત મનુભાઈ દુધરેજીયા સામે કાયદાકીય કાર્યવાહી કરી તેમનું નિવેદન નોંધી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો તપાસમાં અન્ય કોઈ લોકોની સંડોવણી ખુલશે તો તેમની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાયે મહંતને પૂછપરછ માટે બોલાવવામાં પણ આવી શકશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
ACB એ આ ગામના તલાટી સહિત 3 લોકોને લાંચ લેતા ઝડપી લીધા, રૂપિયા 30,000 ની કરી હતી માંગ | 2026-09-11 17:24:02
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો | 2026-09-10 18:09:55
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
જૂનાગઢ-પોરબંદરમાં રૂ. 351 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં પોલીસને સફળતા, મુખ્ય સૂત્રધાર દોઢ વર્ષે ઝડપાયો | 2026-08-31 20:13:39