Wed,19 February 2025,8:48 pm
Print
header

મહારાષ્ટ્રના નાંદેડમાં પ્રસાદ ખાધા બાદ 52 ભ‌ક્તોની તબિયત લથડી

  • સ્થાનિક પ્રશાસને આ મામલે હાલમાં કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો 
  • આ કેસની વધુ તપાસ થઇ રહી છે

નાંદેડ: મહારાષ્ટ્રના નાંદેડમાં જિલ્લાના માહુર શહેરમાં તીર્થયાત્રા દરમિયાન પ્રસાદ ખાધા બાદ 52 ભ‌ક્તોને ફૂડ પોઈઝનીંગની અસર થઇ છે. આ 52 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, જેમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

તીર્થધામ માહુર શહેરમાં ઠાકુર બુવા યાત્રા ચાલુ છે. આ યાત્રા માટે એકાદશીના રોજ મહારાષ્ટ્રના જુદા જુદા ભાગમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી પુરાવી હતી. આ દરમિયાન શનિવારે એકાદશીનો ઉપવાસ હોવાથી રાતના 8 વાગ્યાની આસપાસ ભક્તોને પ્રસાદરૂપે સામો આપવામાં આવ્યો હતો. પ્રસાદ ખાધા બાદ મધરાતે એક પછી એક ભક્તોને ઉલટી અને જુલાબનો ત્રાસ થવા લાગ્યો હતો. થોડી જ વારમાં પીડીતોની સંખ્યા વધવા માંડી હતી અને લગભગ 52 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં તરત જ લઈ જવાની ફરજ પડી હતી. જેમાંથી 4 લોકોની હાલત ઘણી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch