Thu,25 April 2024,8:02 pm
Print
header

તહેવારો પર ગુજરાત સરકારની મોટી જાહેરાત, 1 લિટર સિંગતેલ 200ની જગ્યાએ 100 રૂપિયામાં આપશે-Gujaratpost

હાલમાં રાજ્ય સરકાર સિંગતેલ 197 રૂપિયે ખરીદે છે

તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યના 71 લાખ કાર્ડધારકો માટે મોટો નિર્ણય 

ગાંધીનગરઃ ગુજરાતમાં તહેવારો સમયે રાજ્ય સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. રક્ષાબંધન, સાતમ-આઠમ જેવા તહેવારો આવી રહ્યાં છે ત્યારે 200 રુપિયા પ્રતિ લિટરના ભાવથી મળતું સિંગતેલ રાજ્ય સરકાર માત્ર રૂ.100ના ભાવે આપશે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા આ અંગે પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી હતી.આ જાહેરાત મુજબ સરકારે આગામી સમયમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યના 71 લાખ કાર્ડધારકો માટે નિર્ણય કર્યો છે.

71 લાખ કાર્ડધારકોને સરકાર વાર્ષિક બે વખત તહેવાર નિમિત્તે 1 લિટર સિંગતેલ સસ્તા દરે આપે છે, ત્યારે આગામી તહેવારો દરમિયાન મોંઘા ભાવનું એટલે કે જે સિંગતેલની બજાર કિંમત 200 રૂપિયા આસપાસ છે, એ સિંગતેલ કાર્ડધારકોને માત્ર 100 રૂપિયાની કિંમતે આપશે.

આ સિંગતેલ 197 રૂપિયે રાજ્ય સરકાર ખરીદે છે, જેમાં 180 રૂપિયા તેની ખરીદ કિંમત છે. 17 રૂપિયા આસપાસ અન્ય ખર્ચ મળીને કુલ 197 રૂપિયે પ્રતિ લિટર સિંગતેલની ખરીદી કરાય છે. જો કે હવે સરકાર જરૂરિયાતમંદોને 100 રૂપિયામાં એક લિટર સિંગતેલ આપશે. જો કે આ યોજના થોડા સમય માટે જ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch