Mon,13 April 2026,1:10 pm
Print
header

ઈરાન- ઈઝરાયેલ યુદ્ધની અસર: અમદાવાદ સહિત રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના સપ્લાયમાં 50 ટકાનો કાપ, અનેક પંપોને લાગ્યા તાળા

  • Published By dilip patel
  • 2026-03-23 16:34:47
  • /
  • નોટબંધી સમયે આ રીતે પેટ્રોલ પંપ પર લાગી હતી લાંબી લાઈનો
  • કોરોના સમયે લોકડાઉન પહેલા પણ લાઈનો લાગી હતી

અમદાવાદઃ ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ સપ્લાય પર માઠી અસર પડી છે. આ આંતરરાષ્ટ્રીય સંકટની સીધી અસર હવે ગુજરાતના સ્થાનિક પેટ્રોલ પંપો પર જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા,રાજકોટ જેવા મોટા શહેરોમાં ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવતા ઈંધણની કટોકટી ઉભી થઈ છે.

અમદાવાદ, સુરત અને રાજકોટના ડીલરોને મળતા પેટ્રોલ-ડીઝલના જથ્થામાં અડધોઅડધ કાપ મૂકવામાં આવ્યો છે. સપ્લાય ખોરવાતા અનેક શહેરોમાં પેટ્રોલ પંપો બંધ હાલતમાં જોવા મળી રહ્યાં છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલો ઈન્ડિયન ઓઈલનો પંપ સવારથી જ બંધ કરી દેવો પડ્યો છે. ગોતા, ત્રાગડ, ચાંદખેડા સહિત રાજ્યમાં અનેક પેટ્રોલ પંપની પણ આવી જ સ્થિતિ છે.

પંપ બંધ હોવા છતાં, ડીલરો સત્તાવાર રીતે અછત હોવાનો ઈન્કાર કરી રહ્યાં છે અને તેને સપ્લાય ચેઈનની કામચલાઉ સમસ્યા ગણાવી રહ્યાં છે. વાહનચાલકોમાં આ સ્થિતિને લઈને ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. ગ્રાહકોનું માનવું છે કે જો ઈંધણ નહીં મળે તો આખું અર્થતંત્ર થંભી જશે અને પરિસ્થિતિ લોકડાઉન જેવી ગંભીર બની શકે છે.

અમદાવાદ શહેરની અંદર દસેક જેટલા પેટ્રોલ પંપ ઉપર ઈંધણનો જથ્થો ડિલિવર થયો નથી જેને લીધે ટેમ્પરરી ક્લોઝ રાખ્યા છે બંધ કરાયા નથી. સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતને લીધે લોકો પેટ્રોલ ભરાવવા માટે અત્યારે અમુક પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા છે. વડોદરામાં પણ ખાનગી પંપો પર શોર્ટ સપ્લાય હોવાથી વાહનચાલકો સરકારી પંપો તરફ વળ્યા છે, જેના કારણે ત્યાં 'પેનિક બાઈંગ' જેવી સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર ઉમટી પડેલી ભીડને કારણે અનેક જગ્યાએ ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને એસ.જી. હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો રસ્તા સુધી પહોંચતા ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. એક તરફ પેટ્રોલ મેળવવાની દોડધામ અને બીજી તરફ આકરા તાપને કારણે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોની હાલત કફોડી બની હતી. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch