Fri,19 April 2024,8:32 am
Print
header

આમ આદમી પાર્ટીને સુરતમાં લાગ્યો મોટો ઝટકો, 50 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ ગયા

સુરતઃ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના ખેલ અત્યારથી જ શરૂ થઈ ગયા છે. હવે ભાજપે આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડ્યું છે. સુરત આપના બટુક વરોતરિયા, મેહુલ તેજાણી, નીતિન ઠુમર, ભાવેશ દેસાઈ સહિત 50થી વધુ કાર્યકર્તાઓ એ ભાજપનો ભગવો ધારણ કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

સુરતમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપના 50 થી વધુ કાર્યકતાઓનું ભાજપમાં સ્વાગત કર્યું છે. પાટીલે કહ્યું કે શિક્ષણની વાત કરતા લાલચ આપીને તેમને આપમાં જોડવામા આવતા હતા, આજે આપના જે કાર્યકર્તાઓ ભાજપમાં આવ્યાં છે તે તેમના ભવિષ્ય અને દેશનું સારું કરવા ભાજપમાં આવ્યા છે. આ સાથે તેમને ઉમેર્યું કે તંદુરસ્ત રાજકારણ માટે ભાજપમાં આવતા તમામને આવકારીએ છીએ. કેટલાક મિત્રો આપણી સાથે હતા તે અન્ય પક્ષમાં ગયા હશે. પણ જે ભાજપમાં આવશે તેમનું સ્વાગત કરવા અમે તૈયાર છીએ.

ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં AAP વધારે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે, સુરત મનપામાં શાનદાર પ્રદર્શન કરી આપ સુરત વિપક્ષમાં બેઠ્યું છે અને હવે આપના કાર્યકર્તાઓ ભાજપમાં જતા વર્ચસ્વની લડાઈ વધુ તેજ બનશે. બીજી તરફ આપ પણ તેના સભ્યોની સંખ્યા વધારી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch