Sat,20 April 2024,7:12 pm
Print
header

અફઘાનિસ્તાનના કુંદુજ મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ, 50 લોકોનાં મોત થઇ ગયા

કુંદુજમાં શિયા મસ્જિદમાં આત્મઘાતી બોમ્બ હુમલામાં 50 લોકોના મોત થયા હોવાના અહેવાલ 

અફઘાનિસ્તાનઃ તુલુ ન્યૂઝે માહિતી આપી છે કે આ બોમ્બ બ્લાસ્ટ કુંદુજના સૈયદ અબાદ વિસ્તારમાં થયો છે. બ્લાસ્ટ જુમાની નમાઝ દરમિયાન થયો હતો. સૂચના અને સંસ્કૃતિ ડેપ્યૂટી મંત્રી જબીઉલ્લા મુજાહિદે આ બ્લાસ્ટની પુષ્ટી કરી હતી.  

લોકલ સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે 300 થી વધુ લોકો નમાઝ માટે એકઠા થયા હતા. તુલુ ન્યુઝ મુજબ નજરે જોનારાઓનું કહેવું છે કે આ બ્લાસ્ટમાં 50 થી વધુ લોકોના મોત થઇ ગયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ પહેલાં પણ 3 ઓક્ટોબરના રોજ કાબુલમાં એક મસ્જિદની બહાર ઘાતક વિસ્ફોટ થયો હતો, જેમાં 5 નાગરિકોના મોત થઇ ગયા હતા.તાલિબાનના અધિકારીએ જણાવ્યું કે આ લોકો સંગઠન પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદની માતાના મોત બાદ શોક વ્યક્ત કરવા માટે મસ્જિદમાં એકઠા થયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch