સુરતઃ વરાછા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન જમ્યા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગ થવાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ વર્ષની માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે, જ્યારે માતા-પિતા અને બે દીકરીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વરાછાની રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કળસરિયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે સ્થાનિક શીતલ રેસ્ટોરન્ટમાંથી કાજુ અને પનીરનું પંજાબી શાક પાર્સલ મંગાવ્યું હતું. આ ભોજન લીધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિય લથડી હતી. તબિયત વધુ બગડતાં તમામને તાત્કાલિક પુણાગામ સ્થિત સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલ પહોંચ્યાના માત્ર 20 મિનિટમાં જ 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. અશોકભાઈ, તેમનાં પત્ની અને અન્ય બે દીકરીઓ હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. તેમના પ્રાથમિક મેડિકલ રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગની પુષ્ટિ થઈ છે. પીડિતના મોટાભાઈએ જણાવ્યું કે, અમારી પાસે ગૂગલ પે દ્વારા પેમેન્ટ અને ખરીદીના તમામ પુરાવા છે. સમગ્ર સત્ય બહાર લાવવા માટે દુકાનના સીસીટીવી ફૂટેજ અને ફૂડ સેમ્પલની કડક તપાસ થવી જોઈએ.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી અને સુરત મહાનગરપાલિકાનાઆરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી વિસ્તૃત તપાસના આદેશ આપ્યા હતોય હોસ્પિટલના તબીબો સાથે સંપર્ક સાધી પરિવારને શ્રેષ્ઠ સારવાર આપવા તાકીદ કરી હતી. ઉપરાંત રાજ્યભરની રેસ્ટોરન્ટોમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરાવવા સ્પષ્ટ નિર્દેશ જાહેર કર્યા હતા.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
સુરતમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના, ટ્યુશન જવાનો સમય થયો ત્યારે 5 માં ધોરણની વિદ્યાર્થિની ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2026-09-12 17:24:31
સુરતમાં દંપતીને 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.13 લાખની ઠગાઈ: મુંબઈનો ગઠિયો દિલ્હીથી ઝડપાયો | 2026-09-10 18:17:10
નવસારીમાં PM મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ભાજપ કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ | 2026-09-08 17:58:51
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
સુરતનું રિસર્ચ આધારિત સ્ટાર્ટઅપ નવીનમાર્ટ, ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે MY FM એક્સેલન્સ એવોર્ડ 2026 થી સન્માનિત | 2026-09-01 08:33:03