Sat,20 April 2024,12:35 am
Print
header

5 રાજ્યો, યૂપી પંચાયત ચૂંટણીની મત ગણતરી શરૂ, ચિત્ર બપોર બાદ થશે સ્પષ્ટ

કોલકાતા: દેશભરમાં કોરોના મહામારીના કહેર વચ્ચે આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી.આ ચૂંટણીઓના પરિણામ જાહેર થશે.હાલ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. પોસ્ટલ બેલેટની પણ બે લખત ગણતરી થશે. કોરોના કાળમાં ચૂંટણી પંચે મત ગણતરીને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેના કારણે મત ગણતરીમાં વધારે સમય લાગશે.

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં ભાજપની નજર વધુ રાજ્યોમાં તેનું શાસન ફેલાવવા પર છે જ્યારે કોંગ્રેસ તેની ગુમાવેલી શાખ પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને સતત ત્રીજી વખત સત્તા પર રહેવાની આશા છે. તામિલનાડુમાં સત્તા પરિવર્તનની અને આસામમાં ભાજપ સત્તા જાળવી રાખે તેવી સંભાવના છે.

પાંચ રાજ્યોની કુલ 822 વિધાનસભા બેઠકોમાં મતગણતરી માટે 2364 કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે, જે 2016 માં 1002 ની સરખામણીમાં બમણાથી વધુ છે. દરેક મતગણતરી કેન્દ્ર પર સેનિટાઈઝેશનના 15 રાઉન્ડ કરવામાં આવશે.ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા જેવા નિયમોનું કડકાઈથી પાલન કરાશે.ચૂંટણી પંચ મેળાવડા પર પ્રતિબંધ સહિત તકેદારીના અન્ય પગલાં પણ લેશે.એક્ઝિટ પોલ મુજબ આસામ અને કેરળમાં કોંગ્રેસનો પનો થોડોક ટૂંકો પડશે જ્યારે પુડુચેરીમાં તે સત્તા ગુમાવે તેવી સંભાવના છે. કોંગ્રેસને તમિલનાડુમાં સત્તા મળી શકે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch