નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રથમ વખત સત્તા મેળવવા જઈ રહી છે. વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં 198 બેઠકો પર લીડ મળી ચુકી છે. ઉપરાંત, આસામમાં ભાજપ સતત ત્રીજી વખત સત્તા પર આવ્યી છે, એટલું જ નહીં, દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં ભાજપ લાંબા સમયથી પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ સફળતા મળી ન હતી. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં તેને થોડી આશા દેખાઈ રહી છે અને અત્યાર સુધીમાં તેના બે ઉમેદવારો જીતી ગયા છે.
આ ઉમેદવારોમાં એક વી. મુરલીધરન પણ છે, જેઓ કઝાકુટ્ટમ બેઠક પરથી સીપીએમના ઉમેદવાર કે. સુરેન્દ્રન સામે જીત્યા છે. તેમણે 18 રાઉન્ડ સુધી ચાલેલી મતગણતરીમાં 428 મતોથી વિજય મેળવ્યો છે. ઉપરાંત, નમોમ બેઠક પરથી પૂર્વ સાંસદ રાજીવ ચંદ્રશેખરે પણ જીત મેળવી છે. આમ, ભાજપે બંગાળ અને આસામ બાદ કેરળમાં નવી શરૂઆત કરી છે.
આસામમાં અગાઉ કરતા પણ મોટી જીત સાથે ભાજપ સતત ત્રીજી વખત સત્તા પર આવશે. આવું પ્રથમ વખત બનશે જ્યારે ભાજપને સતત ત્રીજી વાર સત્તા મળશે. આ ચૂંટણીમાં કેરળમાં પણ અનેક રેકોર્ડ બન્યાં છે. જેમાં મુસ્લિમ લીગના કોઈ મહિલા ઉમેદવાર પ્રથમ વખત વિધાનસભામાં પહોંચશે. કોઝીકોડની પેરમ્બરા બેઠક પરથી ફાતિમા થાલિયા વિજયી થયા છે.
આસામમાં કારમી હાર અને બંગાળમાં ખાતું પણ ન ખોલાવી શકનાર કોંગ્રેસ માટે કેરળથી રાહતના સમાચાર આવ્યાં છે. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું UDF 101 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. કેરળમાં UDF એ 100નો આંકડો પાર કર્યો હોય તેવું આ પ્રથમ વખત છે.
કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે કેરળમાં કોંગ્રેસની જીત પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, કેરળમાં એન્ટી-ઈન્કમ્બન્સી હતી અને તેનો લાભ કોંગ્રેસને મળ્યો છે. જનતામાં પિનરાઈ વિજયન સરકારની કામગીરી પ્રત્યે રોષ હતો અને અમે તેને મતમાં પરિવર્તિત કરવામાં સફળતા મેળવી છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52