Thu,25 April 2024,6:40 am
Print
header

અમેરિકાની હોસ્પિટલમાં ફાયરિંગ, ઓક્લાહોમામાં બંદૂકધારી સહિત 5નાં મોત- Gujarat Post

(હોસ્પિટલ પરિસરમાં પોલીસ)

  • અમેરિકામાં ફરી બની ફાયરિંગની ઘટના
  • હોસ્પિટલ સંકુલને કરાવાયું ખાલી
  • બંદૂરધારીએ પ્રોફેશનલ શૂટરની જેમ કર્યું ફાયરિંગ

ઓકલાહોમાઃ તુલસામાં એક હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બુધવારે થયેલા ગોળીબારમાં એક બંદૂકધારી સહિત પાંચ લોકોનાં મોત થઇ ગયા છે,અનેક લોકો ઘાયલ થયા છે. તુલસા પોલીસ વિભાગે ટ્વિટર પર જણાવ્યું કે અધિકારીઓ સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલ સંકુલને ખાલી કરાવવા માટે હજુ કામ કરી રહ્યાં છે. યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડેનને ઘટના અંગે જાણ કરવામાં આવી છે. વ્હાઈટ હાઉસ દ્વારા સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

કેપ્ટન રિચાર્ડ મુલેનબર્ગે એબીસીને જણાવ્યું હતું કે પોલીસને મેડિકલ કોમ્પ્લેક્સમાં એક ઇમારતના બીજા માળે રાઇફલ સાથેના એક વ્યક્તિ વિશે ફોન આવ્યો હતો, જાણવા મળ્યું કે તે વ્યક્તિએ પ્રોફેશનલ શૂટરની જેમ ફાયરિંગ શરૂ કર્યું હતું. હુમલાખોર સહિત પાંચ લોકોના મોત થયા છે.

મુલેનબર્ગે જણાવ્યું કે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં લોકોને ગોળી મારવામાં આવી હતી.એક દંપતીનું મોત થયું છે. અમને તે શૂટર મૃત હાલતમાં મળી આવ્યો છે. અમે તેને શૂટર માની રહ્યાં છીએ કારણ કે તેની પાસે લાંબી રાઇફલ અને પિસ્તોલ હતી. બંદૂકધારીનું મોત કેવી રીતે થયું તે સ્પષ્ટ થઈ શક્યું નથી.થોડા દિવસ પહેલા પણ અમેરિકામાં થયેલા આવા ફાયરિંગમાં અનેક લોકોનાં મોત થઇ ગયા હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch