Wed,24 April 2024,1:45 am
Print
header

USA: આ શહેરમાં Omicron ના કેસ મળતાં ખળભળાટ, જાણો વધુ વિગતો

(File Photo)

ન્યૂયોર્કઃ દક્ષિણ આફ્રિકાથી મળેલો કોરોનાનો નવો વેરિયંટ ઓમિક્રોન ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં પહોંચી ગયો છે. ઓમિક્રોન વેરિયંટ ડેલ્ટા કરતાં પણ વધુ ખતરનાક હોવાનું કહેવાય છે.નવા વેરિયંટથી વિવિધ દેશો સતર્ક થઈ ગયા છે અત્યારથી જ અગમચેતીના પગલાં લેવાઇ રહ્યાં છે.ન્યૂયોર્કમાં ઓમિક્રોનના પાંચ કેસ સામે આવ્યાં છે.

સરકારી અધિકારીએ પુષ્ટિ કરતાં જણાવ્યું કે આ કેસ ન્યૂયોર્કના સેફોક કાઉન્ટી, ક્વીન્સ, બ્રુકલિન અને ન્યૂયોર્ક સિટીમાં નોંધાયા છે. ઓમિક્રોનના 5 કેસ સામે આવતાં પરેશાની વધી ગઈ છે. ન્યૂયોર્કમાં કોરના વાયરસની સ્થિતિને જોતા ગવર્નરે ગત સપ્તાહે ડિઝાસ્ટર ઇમરજન્સી જાહેર કરી હતી.

આ પહેલા અમેરિકામાં ઓમિક્રોન વેરિયંટના ત્રણ કેસ આવ્યાં હતા. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોવિડ-19 ટેસ્ટ ફરજિયાત કર્યો છે. આગામી સપ્તાહથી કોરોના ટેસ્ટના નવા નિયમો લાગુ થશે.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે, ભલે આંતરરાષ્ટ્રીય મુસાફરોનું રસીકરણ થઈ ચૂક્યું હોય કે કોઈ પણ દેશના હોય પરંતુ મુસાફરી કરવાના એક દિવસ પહેલા કોવિડ-19 ટેસ્ટ કરાવવો પડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch