Tue,16 April 2024,1:31 pm
Print
header

રાજકોટ: ગોંડલ પાસે કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં બસ સાથે અથડાઈ, 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત

રાજકોટ: ગોંડલ નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. ટાયર ફાટતાં કાર ડિવાઈડર પાર કરીને સામેની સાઈડમાં આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં સુરતના ગઢીયા પરિવારના પતિ-પત્ની અને પુત્ર સહિત 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, 2 વ્યક્તિઓને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

કાર રાજકોટથી ગોંડલ તરફ આવી રહી હતી. ત્યારે બિલિયાળા અને ભોજપરા વચ્ચે અચાનક કારનું ટાયર ફાટતા કાર ફંગોળાઈને ડિવાઈડર ટપીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી.સામેથી આવતી એસટી બસ સાથે અથડાઈ હતી. ઘટનાને પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો, લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. કારની ઉપરનો આખો ભાગ જ ઊખડી ગયો હતો. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

મૃતકોના નામ

1. અશ્વિનભાઇ ગોવિંદભાઈ ગઢીયા
2. સોનલબેન અશ્વિનભાઈ ગઢીયા
3. ધર્મિલભાઇ અશ્વિનભાઇ ગઢીયા
4. શારદાબેન ગોવિંદભાઇ ગઢીયા
5. ઓળખ થઇ નથી

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch