Sun,16 November 2025,5:02 am
Print
header

સુરેન્દ્રનગરમાં ડમ્પર- કાર વચ્ચે અકસ્માત, 4 મહિલાઓનાં મોત, એક પુરુષ ગંભીર રીતે ઘાયલ

  • Published By Panna patel
  • 2025-10-07 17:12:11
  • /

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર-માલવણ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અલટ્રોઝ કારમાં સવાર ચાર મહિલાઓએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યાં હતા.

પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે બની જ્યારે અલટ્રોઝ કાર માલવણથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી. સામેની દિશામાંથી સુરેન્દ્રનગરથી માલવણ તરફ આવી રહેલું ડમ્પર બેફામ અને પૂરપાટ ઝડપે આવી રહ્યું હતું, જેની સાથે કારનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર લખતર તાલુકાના ડેરવાળા ગામની ક્ષત્રિય સમાજની ચાર મહિલાઓના ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલાં જ ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા બનાવના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત માટે જવાબદાર ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.  

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch