Wed,16 July 2025,7:46 pm
Print
header

સુરેન્દ્રનગર પાટડીમાં જુગારનો અડ્ડો પકડાયા બાદ પીઆઇ સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

  • Published By
  • 2024-11-20 08:49:52
  • /

સુરેન્દ્રનગરઃ ગઇકાલે પાટડીમાં એસીબીના પીઆઇના ભાઇના ઘરે જુગારનો અડ્ડો પકડાયા બાદ અહીના પોલીસ સ્ટેશનના PI એમ.કે.ઝાલા સહિત 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પાટડીમાં ગાંધીનગર મોનીટરીંગ સેલે જુગારના અડ્ડા પર રેડ પાડી હતી, જ્યાંથી 30 જેટલા જુગારીઓને 6.58 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પીઆઇના ભાઇના ઘરે જ જુગારધામ

પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ

પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણીથી જુગારનો અડ્ડો ચાલતો હોવાનું બહાર આવતા એમ.કે. ઝાલા-પાટડી પીઆઇ, વિપુલ કાનજીભાઈ, કોન્સ્ટેબલ, ગણપતભાઈ ભુરાભાઈ, હેડ કોન્સ્ટેબલ, ગૌતમ કાંતિલાલ, કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જુગારનો અડ્ડો ACBમાં PI તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીના ભાઈના ઘરમાં ચાલતો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch