Thu,25 April 2024,3:08 pm
Print
header

અમેરિકાઃ ટેક્સાસમાં ચર્ચમાં ચાર લોકોને બનાવાયા બંધક, પાકિસ્તાની વૈજ્ઞાનિકની મુક્તિની આતંકીઓએ કરી માંગ – Gujarat Post

ઇઝરાયલ પણ આ બાબત પર નજર રાખી રહ્યું છે

સિદ્દીકી હાલ ટેક્સાસની ફેડરલ જેલમાં બંધ છે

ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસમાં ચર્ચમાં  ચાર લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના બેથ ઈઝરાયલ મંડળની છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને SWAT ટીમ ઘટનાસ્થળે હાજર છે.તે ટીમે બિલ્ડિંગમાં હાજર વ્યક્તિનો સંપર્ક કર્યો છે. બંધકોમાં એક યહુદી પાદરી છે. પોલીસે કહ્યું કે રહેવાસીઓને બહાર કાઢવામાં આવી રહ્યાં છે, લોકોને આ વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. ઇઝરાયલ પણ આ બાબત પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, બંધક બનાવનાર પાકિસ્તાની મહિલા વૈજ્ઞાનિક અફિયા સિદ્દીકીની મુક્તિની માંગ કરી રહ્યો છે, જેને અફઘાન કસ્ટડીમાં યુએસ સૈન્ય અધિકારીઓને મારવાનો પ્રયાસ કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી.સિદ્દીકી હાલમાં ટેક્સાસની ફેડરલ જેલ એફએમસી કાર્સવેલમાં બંધ છે.અફિયા સિદ્દીકીના ભાઈનું પ્રતિનિધિત્વ કરતા વકીલે સ્પષ્ટતા કરી કે બંધક બનાવનાર આફિયાનો ભાઈ નથી, જેમ કે ઘણી ન્યૂઝ ચેનલો દ્વારા આ  અહેવાલ સામે આવ્યો છે. વકીલે યુએસ મીડિયાને જણાવ્યું કે તેના અસીલને અધિકારીઓ તરફથી ફોન આવી રહ્યાં છે ખાતરી આપી છે કે તે આ બનાવમાં નથી અને તે શાંતિપૂર્ણ રીતે તેની બહેનને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

પોલીસ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે ટેક્સાસ સિનાગોગની અંદર કલાકો સુધી બંધક બનાવવામાં આવેલા લોકોમાંથી એકને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો છે. પોલીસે પુષ્ટિ કરી છે કે અંદર અન્ય લોકો હતા પરંતુ કોઈને ઈજા થઈ નથી.FBI કટોકટી વાટાઘાટકારો આરોપીઓ સાથે વાત કરે છે. મીડિયા ચલાવી રહ્યું છે કે આ એક આતંકવાદી ઘટના છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch