Wed,15 July 2026,12:27 am
Print
header

સુરતમાં આકાશી આફત: 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર, વીજળી પડતાં 2 ના મોત

  • Published By
  • 2026-07-06 18:41:32
  • /

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સુરત શહેરમાં બપોરે 4 વાગ્યા પછી માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં સમગ્ર રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, બપોરે 4 થી સાંજના 6 સુધીમાં રાજ્યના 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં 4.13 ઇંચ વરસાદ પડ્યો હતો.વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદને કારણે અઠવાલાઇન્સ, કતારગામ, વરાછા અને અડાજણ સહિતના પોશ વિસ્તારો જળબંબોળ બન્યા હતા.

રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતાં વાહનચાલકો અટવાયા હતા. અનેક સોસાયટીઓ અને નીચાણવાળા ભાગોમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે.  સાંજે ઓફિસથી પરત ફરવાના સમયે જ ધોધમાર વરસાદ તૂટી પડતાં નોકરિયાત વર્ગ અને કર્મચારીઓ રસ્તામાં જ ફસાઈ ગયા હતા અને ઘરે પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


મહારાષ્ટ્રના પાલઘર નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે મુંબઈ તરફનો રેલ વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. આના કારણે ગુજરાતથી જતી કર્ણાવતી એક્સપ્રેસ અને જોધપુર-બાંદ્રા એક્સપ્રેસ જેવી મુખ્ય ટ્રેનોને વલસાડ અને વાપી સ્ટેશનથી જ અધવચ્ચેથી પરત ફેરવવાની ફરજ પડી છે.

બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. ધારીના ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા સરંભડા ગામની નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું. ગઈકાલે રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ નદીના પટમાં હાજર શરદભાઈ મગનભાઈ કાછડીયા નામના આધેડ પાણીના તેજ પ્રવાહમાં તણાયા હતા. સ્થાનિક તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપનની શોધખોળ બાદ, આજે નદીના પટમાંથી શરદભાઈનો મૃતદેહ મળી આવતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch