Wed,24 April 2024,11:54 pm
Print
header

ગુજરાતમાં 24 કલાકમાં હિટ એન્ડ રનની ચાર ઘટનાઓમાં 4 લોકોનાં મોત- Gujarat Post

(અમદાવાદના ઠક્કરનગરમાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત)

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હિટ એન્ડ રનની ચાર ઘટનાઓ બની છે. બનાસકાંઠા, મહેસાણા, ભરૂચ અને અમદાવાદમાં ત્રણ યુવકો અને એક મહિલાનું મોત થયું છે. અમદાવાદના ઠક્કરનગરમાં ઈન્ડિયા કોલોનીથી નિકોલ ઓવર બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં કલાપીનગરમાં રહેતા યુવકનું મોત થઇ ગયું છે. મૃતકના લગ્ન છ મહિના પહેલા જ થયા હતા. ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

મહેસાણામાં મેવડ બસ સ્ટેન્ડ પાસે અજાણ્યાં વાહનની ટક્કરે એક વ્યક્તિનું મોત થયું છે. રોડ પર ઉભેલા વ્યક્તિને વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે, પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ભરૂચના નર્મદા બ્રિજ પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક્ટિવા ચાલક યુવતીનું ઘટના સ્થળે દર્દનાક મોત થયું હતુ, ઇકો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હોવાના અહેવાલ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠાના થરાદ-હારીજ રોડ પર આવેલા ખારીયા ગામ પાસે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. હાઈવે પર જઇ રહેલા રાહદારીને અજાણ્યાં વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch