Sat,20 April 2024,11:15 am
Print
header

કાળમુખો સોમવારઃ રાજ્યમાં અકસ્માતની ત્રણ ઘટનાઓમાં વિદ્યાર્થી સહિત 4 લોકોનાં મોત- Gujarat Post

(સુરતમાં થયેલા અકસ્માતની તસવીર)

જસદણની એકલવ્ય સ્કૂલની વાનનો ફોર વ્હીલ સાથે અકસ્માત

સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત

સુરતના વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક ડમ્પર નીચે બાઇક ઘૂસી ગયું

રાજકોટ-સુરતઃ રાજ્યમાં સોમવારે વાહન અકસ્માતની ત્રણ ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે. સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા છે, સુરતના વાંકલ સ્વામિનારાયણ મંદિર પાસે ડમ્પર નીચે બાઈક ઘૂસી જતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જસદણની એકલવ્ય સ્કૂલની વાનનો અકસ્માત થયો છે.જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આ અકસ્માત થયો છે. સ્કૂલ વાન અને ફોરવ્હીલર વચ્ચે અકસ્માત થયો છે.આ અકસ્માતમાં પાંચમાં ધોરણના વિદ્યાર્થીનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે સ્કૂલ વાનમાં ત્રણ વિદ્યાર્થીઓ સવાર હતા. સામેની કારના પણ 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યાં છે. એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યું થયા છે. કોસંબા ઓવરબ્રીજ નજીક આ દુર્ઘટના સર્જાઈ છે. જો કે, અકસ્માત સર્જાતા તુરંત આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતાં. આ મામલે પોલીસને જાણ કરતા કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.

સુરતના વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક પણ અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પર નીચે બાઈક ઘૂસી જતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અન્ય 2 બાઈક સવારનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માતની ઘટનામાં પોલીસને જાણ થતા માંગરોળ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. હાલમાં માંગરોળ પોલીસે આ મામલે વધારે તપાસ હાથ ધરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch