અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી એક વખત ગાંજો ઝડપાયો છે. કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરતા બેંગકોકથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી અંદાજે 4 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ગણાતા આ ડ્રગ્સ સાથે મહારાષ્ટ્રના ઉલ્હાસનગરના એક 40 વર્ષીય શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
પકડાયેલો મુસાફર થાઈલેન્ડના બેંગકોક શહેરથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. કસ્ટમ વિભાગની ટીમે જ્યારે તેની ટ્રોલી બેગની સઘન તલાશી લીધી, ત્યારે અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. મુસાફરે કસ્ટમ સ્કેનિંગ અને સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે એક અનોખી તરકીબ અજમાવી હતી. તેણે ટ્રોલી બેગમાં ખાણી-પીણીના અને ખાદ્ય સામગ્રીના પેકેટ્સ રાખ્યા હતા, જેની અંદર ડ્રગ્સના 22 પેકેટ સંતાડ્યાં હતા.
બેગમાંથી શંકાસ્પદ પેકેટ્સ મળી આવ્યાં બાદ કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ફીલ્ડ ટેસ્ટ કીટ દ્વારા તે પદાર્થનું કેમિકલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ તપાસના અંતે પેકેટ્સમાં રહેલો નશીલો પદાર્થ સામાન્ય ગાંજો નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમતે વેચાતો હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતું. કસ્ટમ વિભાગે મુસાફર પાસેથી કુલ 4.276 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.
આ ગેરકાયદે હેરાફેરીના મામલે કસ્ટમ વિભાગે 40 વર્ષીય મુસાફરની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલો આરોપી મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. તે પહેલી જ ઇન્ટરનેશનલ ટ્રિપ પર ગયો હતો.
કસ્ટમ્સ વિભાગ દ્વારા આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાધો, જાણો- કોણ હતા આ યુવક-યુવતી ? | 2026-07-13 09:22:30
દુબઈથી ચાલતું રૂ. 250 કરોડનું સાયબર છેતરપિંડીનું રેકેટ ઝડપાયું, MBA ના વિદ્યાર્થી સહિત 19 આરોપીઓની ધરપકડ | 2026-07-12 09:35:04
SGST ની પાન- મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુના વેપારીઓ સામે કાર્યવાહી, રૂ. 6.54 કરોડની કરચોરીનો પર્દાફાશ | 2026-07-11 08:55:41
સેક્સપાવર વધારવાની દવા ખરીદ્યા પછી શરૂ થતો હતો બ્લેકમેઈલનો ખેલ, યુવતી સહિત 7 આરોપીઓની ધરપકડ | 2026-07-10 17:25:44