વધુ માહિતી માટે ઉપરની PDF ડાઉનલોડ કરો
અમદાવાદઃ અષાઢી બીજે નીકળનારી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે ગુજરાત એટીએસએ રથયાત્રા પહેલાં જ બોગસ આઈડી પ્રુફથી અમદાવાદમાં રહીને આતંકી સંગઠન અલકાયદા માટે કામ કરી રહેલા ચાર બાંગ્લાદેશી આતંકીઓને ઝડપી પાડ્યા છે. ઉપરાંત અન્ય કેટલાક આરોપીઓ એટીએસની કસ્ટડીમાં હોવાની વિગતો મળી છે. બાંગ્લાદેશમાં બેઠેલા માસ્ટર માઈન્ડના આદેશથી ગુજરાતના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું આ એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. આતંકવાદ માટે વિદેશમાંથી ભંડોળ એકત્ર કરવાના પણ કેટલાક પુરાવા એટીએસના હાથે લાગ્યા હોવાની માહિતી મળી છે. રથયાત્રા પહેલાં જ આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલાં એટીએસએ આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.
ગુજરાત એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે, સોજીબમીયાં, આકાશખાન, મુન્નાખાન અને અબ્દુલ લતિફ નામના બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી બોગસ આઈડી પ્રુફ બનાવીને ઓઢવ અને નારોલ વિસ્તારમાં રહે છે. આ ચારેય ઈસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા છે. તેઓ મુસ્લિમ યુવાનોને અલકાયદામાં જોડાવા પ્રેરિત કરે છે. અલકાયદાનો ફેલાવો કરવા માટે ફંડ ઉઘરાવીને તેના આગેવાનોને પહોંચાડે છે.
એટીએસ દ્વારા કરાયેલી પૂછપરછમાં સોજીબમીયાંએ કહ્યું હતું કે, તે બાંગ્લાદેશના મ્યેમનસિંહ જિલ્લાના ખુદરો ગામનો રહેવાસી છે. અલકાયદાની વિચારધારાથી પ્રેરિત થઇને તે અલકાયદાનો સભ્ય બન્યો હતો. સોજીબમીયાં તેના બાંગ્લાદેશી હેન્ડલર શરીફૂલ ઈસ્લામ સાથે સંપર્કમાં હતો. જેણે સોજીબને અલકાયદામાં જોડાવા માટે પ્રેરણા આપી હતી. સોજીબમીયાનો પરિચય અલકાયદાના મ્યેમનસિંહ જિલ્લાના પ્રમુખ શાયબા સાથે થયો હતો. શાયબા દ્વારા મોહમ્મદ સોજીબમીયા વગેરેને અન્ય યુવાનોને કટ્ટરપંથી બનાવવા, અલકાયદામાં જોડાવા અને સંગઠન માટે ભંડોળ એકત્ર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. હજુ આ મામલે મોટા ખુલાસા થઇ શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post | 2023-05-29 11:29:19
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં, બે દિવસીય દરબારમાં આવશે હજારો ભક્તો- Gujarat Post | 2023-05-28 13:03:53
હવામાન વિભાગની આગાહી, અમદાવાદ સહિત આ શહેરોમાં પડશે કમોસમી વરસાદ | 2023-05-27 08:59:39
અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન, હવે મથુરાનો વારો, અમદાવાદમાં બાગેશ્વર બાબાનું નિવેદન | 2023-05-25 21:02:56