Sat,13 June 2026,3:26 pm
Print
header

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 6 સિનિયર અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો

  • Published By
  • 2026-06-02 18:29:09
  • /

ગાંધીનગરઃ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા માટે એક નવો સરકારી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સરકારી પ્રક્રિયાઓને ગતિ આપવા માટે રાજ્યના 6 સિનિયર અધિકારીઓને અન્ય મહત્વના વિભાગો અને હોદ્દાઓનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

તાજેતરમાં કેટલાક સનદી અધિકારીઓ વયનિવૃત્ત થયા હતા. આ નિવૃત્તિના કારણે રાજ્યના કેટલાક મહત્વના ગણાતા સરકારી વિભાગોમાં મુખ્ય હોદ્દાઓ ખાલી પડ્યા હતા. સરકારી સ્તરની ફાઈલોની અવરજવર, નીતિવિષયક નિર્ણયો અને જનહિતના કામકાજ કોઈ પણ અડચણ વિના સમયસર ચાલતા રહે તે હેતુથી આ તાત્કાલિક નિમણૂકો કરીને આંતરિક વહીવટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ જૈમીન શાહ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું  બહાર પાડવામાં આવ્યું છે. 

આ સરકારી આદેશ અનુસાર, રાજ્યના 4 IAS અને 2  GAS અધિકારીઓને  તેમની વર્તમાન મૂળ જવાબદારીઓની સાથે-સાથે અન્ય ખાલી પડેલા મહત્વના વિભાગોનો વધારાનો હવાલો સંભાળવાનો આદેશ અપાયો છે.

આ આદેશને પગલે તમામ નિયુક્ત વરિષ્ઠ અધિકારીઓ હવે તાત્કાલિક અસરથી પોતાના મૂળ પદની સાથે નવા સોંપાયેલા વિભાગોનો વધારાનો ચાર્જ પણ સંભાળી લેશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch