Thu,21 May 2026,3:52 am
Print
header

અમદાવાદમાં 35 વર્ષ જૂનો હત્યા કેસ ચર્ચામાં, પ્રેમિકાની લાશ કૂવામાં દાટી દીધી હતી, આ રીતે ખુલ્યું રહસ્ય

  • Published By Panna Patel
  • 2026-04-29 17:34:00
  • /

અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 35 વર્ષ પહેલાં થયેલા એક હત્યાકાંડનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. વર્ષ 1992માં ગુમ થયેલી એક મહિલાના અવશેષો શોધવા માટે પોલીસે જૂના કૂવાનું ખોદકામ કર્યું.

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, મૃતક મહિલા ફરઝાના ઉર્ફે શબનમ હતી. વર્ષ 1992માં તે મુંબઈથી અમદાવાદમાં રહેતા શમશુદ્દીન નામના વ્યક્તિના ઘરે આવી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા, પરંતુ કોઈ કારણસર વિવાદ થતા શમશુદ્દીને ફરઝાનાની હત્યા કરી નાખી હતી. ગુનાના પુરાવા છુપાવવા તેણે લાશને પોતાના ઘર પાસેના જ એક કૂવામાં દાટી દીધી હતી. આરોપી શમશુદ્દીનનું હવે મોત થઇ ગયું છે.

જ્યારે આરોપીના પરિવારમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી ત્યારે આ કેસમાં સૌથી આશ્ચર્યજનક વળાંક આવ્યો હતો. પરિવારના સભ્યોને વારંવાર મૃતક ફરઝાના હોવાનો ભ્રમ કે આભાસ થવા લાગ્યો હતો. આનાથી ડરી ગયેલા પરિવારજનોએ તાંત્રિક વિધિઓ અને ટોટકાઓનો સહારો લીધો હતો.

આ પ્રક્રિયા દરમિયાન કેટલીક વિગતો બહાર આવી જે અંતે ક્રાઈમ બ્રાન્ચ સુધી પહોંચી હતી. માહિતી મળતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કેસ રી-ઓપન કર્યો અને જેસીબી મશીન વડે કૂવાનું ખોદકામ શરૂ કરાવ્યું હતું. ખોદકામ દરમિયાન પોલીસને કેટલાક અવશેષો મળી આવ્યા છે, જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.

આ અવશેષો ફરઝાનાના જ છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે તેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. પોલીસે મૃત આરોપી શમશુદ્દીનના ભાઈ રિઝવાન સહિત અન્ય સહ-આરોપીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. હાલ મામલો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch