Sat,20 April 2024,9:55 am
Print
header

મહારાષ્ટ્ર: રાયગઢમાં ભૂસ્ખલનથી 38 લોકોનાં મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

મુંબઈ: મહારાષ્ટ્રના રાયગઢ મહાડના તાલિએ ગામમાં ભૂસ્ખલનને કારણે 38 લોકોનાં મોત થઇ ગયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ નિધિ ચૌધરીએ 32 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. પર્વત પરથી 35 મકાનો પર પથ્થર પડ્યો છે, સ્થાનિક લોકોના મતે આ 35 મકાનોમાં દરેક મકાનમાં 3 થી 4 સભ્યો હોય હતા તેથી ઓછામાં ઓછા 80 થી 90 લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે.

ભારે વરસાદને કારણે મોટાભાગના લોકો તેમના ઘરે હતા. વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દારેકર અને ગિરીશ મહાજનના જણાવ્યાં અનુસાર કાટમાળ નીચે 40 થી 45 વધુ મૃતદેહોની આશંકા છે. આ ઘટનાને 2005 માં માલિનમાં થયેલા અકસ્માતથી વધુ ભયંકર ગણાવાઇ રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ નિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રશાસનને સવારે 5.30 વાગ્યે માહિતી મળી. એનડીઆરએફની ટીમને ગઈકાલે જ જાણ કરવામાં આવી હતી. પરંતુ રાત્રે હેલિકોપ્ટર ઉડી શક્યું ન હતું. ટીવી ચેનલ સાથે વાતચીતમાં જણાવવામાં આવ્યું કે અતિશય વરસાદને કારણે રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ છે. રસ્તાઓ પર કાદવ અને કાટમાળને કારણે બચાવ ટીમને પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થાનિક લોકોમાં ભારે નારાજગી છે કે આજે અડધો દિવસ વીતી ગયો છે, હજુ સુધી રાહત અને બચાવ કાર્ય શરૂ થયું નથી. સ્થાનિક લોકો કાટમાળ સાફ કરી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch